Brazil,તા.20
બ્રાઝીલના પાટનગર રીયો ડી જાનેરોમાં યોજાયેલી જી.20 દેશોની શિખર પરિષદમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેનેડાના પીએમ જસ્ટીન ટુડો લગભગ સામસામા આવી ગયા હતા પણ મોદીએ ટુડોની સામે પણ જોયુ નહી અને આ રીતે ભારતની તીવ્ર નારાજગીનો પરિચય આપી દીધો હતો.
મોદી આ સંમેલનમાં હાજર દુનિયાભરના નેતાઓને મળ્યા પણ ટુડોની સાથે કોઈ મુલાકાત ગોઠવી ન હતી. શ્રી મોદીને મળવા વિશ્વ નેતાઓની કતાર લાગી હતી. નોર્વેના વડાપ્રધાન જોતાસ ગહર, કોરિયાના રાષ્ટ્રપતિ યુસુક યેઓલ, ઈટાલીના પીએમ જયોર્જીયા મેલોની પણ તેમાં સામેલ હતા પણ કેનેડાના વડાપ્રધાનને નજર અંદાજ કર્યા અને અધિકારી સ્તરે પણ કોઈ વાતચીત થઈ નહોતી.
જી.20ની સાથે જોડાયેલો એક વિડીયો વાયરલ થઈ રહ્યું છે. જેમાં ફોટોસેશન સમયે અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ખુબજ નજીક હતા. બાઈડને તો મોદીના ખભા પર હબ રાખીને વાતચીત કરી હતી. આ સમયે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટુડો થોડે દૂર હતા પણ મોદીએ તેની સામે પણ જોયુ નહી.
બાઈડન અને મોદી હસતા હસતા વાત કરતા હતા. ટુડો દૂરથી તે જોતા હતા પણ મોદીએ તેમને મળવાની કોઈ ઈચ્છા ન દર્શાવીને અને બાજુમાંથી નીકળી ગયા હતા.