‘ભૂલભુલૈયા’ સાથે ટક્કર લેવાના બદલે Ajay Devgn રિલીઝ ડેટ બદલવા માગે છે

Share:

કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા ૩’ અને અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’વચ્ચેના ક્લેશની વાત તો બધાં જ જાણે છે

Mumbai, તા.૧૯

કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા ૩’ અને અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’વચ્ચેના ક્લેશની વાત તો બધાં જ જાણે છે. બંને ફિલ્મના પ્રોડ્યુસર પોતાની તારીખ પર અડી ગયેલાં છે. પરંતુ કાર્તિક આર્યન પોતાની ફિલ્મ રિલીઝ બચાવાવ માટે પોતાનાથી થતાં બધાં જ પ્રયત્નો કરી છૂટવા માગે છે. તે આ ફિલ્મો વચ્ચેને ટક્કર ટાળવા માગે છે.  બંને મોટા બજેટની ફિલ્મો છે અને બંનેને ટક્કરના કારણે નુકસાની વેઠવી પડી શકે છે.  સૂત્રોના આધારે એવા કેટલાંક અહેવાલો આવી રહ્યા છે કે કર્તિક આર્યને ફોન કરીને રોહિત શેટ્ટીને વિનંતિ કરી છે કે તેઓ ‘સિંઘમ અગેઇન’ની રિલીઝ બદલે. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે રોહિત શેટ્ટી અને અજય દેવગન બંને આ વિનંતિને ધ્યાનમાં લેશે.  એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે,“કાર્તિક આર્યને રોહિત શેટ્ટીને ફોન કરીને તેમની ફિલ્મની રિલીઝ ડેટ બદલવા વિનંતિ કરી છે. કાર્તિક ૧ નવેમ્બરે ‘ભૂલભુલૈયા’ રિલીઝ કરવા માગે છે. તેથી તેણે રોહિત શેટ્ટીને ‘સિંઘમ અગેઇન’ ૧૫ નવેમ્બરે રિલીઝ કરવા વિનંતી કરી છે. ટક્કર થવાને બદલે જો બંને ફિલ્મો વચ્ચે બે અઠવાડિયાનો સમય મળે તો બંને ફિલ્મોને ફાયદો થઈ શકે. રોહિતે તેને કહ્યું છે કે તે વિચારીને જવાબ આપશે.” ત્યાર બાદ અજય દેવગન અને રોહિત શેટ્ટી વચ્ચે મુલાકાત થઈ હોવાના અહેવાલો પણ છે. ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિના જણાવ્યા અનુસાર,“હાલ હોરર કોમેડી ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ‘સ્ત્રી૨’ને મળેલી સફળતા બાદ ‘ભુલભુલૈયા ૩’ને બિલકુલ હળવાશથી લઈ શકાય તેમ નથી. તેથી ‘સિંઘમ અગેઇન’ની ટીમ રણ ૧૫ નવેમ્બરે એકલી રિલીઝ થના૪રી ફિલ્મ હોય તેવું વિચારી શકે છે.” પરંતુ આ અંગે કોઈ આખરી નિર્ણય હજુ લેવાયો નથી.   સૂત્રએ જણાવ્યું, “સિંઘમ એક મોટા બજેટની ફિલ્મ છે. તેથી અંતિમ નિર્ણય લેતાં પહેલાં મેકર્સ બધાં જ ફાયદા અને ગેરફાયદા પર વિચાર કરી રહ્યાં છે. ૨૪ કલાકમાં તારીખ અંગે અંતિમ નિર્ણય લેવાઈ જશે. જો સ્ત્રી ૬૦૦ કરોડથી પણ વધુ કમાણી કરી શકતી હોય તો જેમાં વિદ્યા બાલન, માધુરી દિક્ષિત, તૃપ્તિ ડિમરી અને કાર્તિક આર્યન જેવા કલાકારો હોય એ ફિલ્મ તો તેનાથી પણ વધુ કમાણી કરી શકે છે.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *