Bhoolbhoolaiyya 3 ની તારીખ નહીં બદલાય સિંઘમ અગેઇન સાથે ટક્કર નિશ્ચિત

Share:

‘સિંઘમ’ની વાત કરવામાં આવે તો અજય દેવગને પણ દિવાળી રિલીઝની જાહેરાત કરી હતી

Mumbai, તા.૯

‘ભૂલભૂલૈયા ૩’ અને ‘સિંઘમ અગેઇન’ આ બંને ફિલ્મો એવી છે, જેની આ બંને ળેન્ચાઇઝીના ફૅન્સ આતુરતાર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફૅન્સ માટે એક ખુશીના સમાચાર છે કે ‘સિંઘમ અગેઇન’ સાથે બોક્સ ઓફિસ પર ક્લેશ થતો હોવા છતાં‘ભૂલભૂલૈયા ૩’એની નિર્ધારીત તારીખે જ રિલીઝ થશે. ફિલ્મના ડિરેક્ટર અનીસ બાઝમીએ આફિશિયલી કન્ફર્મ કર્યું છે કે તેઓ ફિલ્મ રિલીઝ પોસ્ટપોન નહીં કરે અને ગમે તેવી હરિફાઈ હોય તો પણ દિવાળી વખતે જ રિલીઝ થશે.  અનીસ બાઝમીએ કહ્યું હતું કે આ સમયે લોકોને હસવાની જરૂર છે અને મારા જન્મ દિવસે જ અમારી કોમેડી અને હ્યુમરથી ભરપૂર ફિલ્મ રિલીઝ થશે અને લકોને પણ ખુશી મળશે, મને આશા છે કે અમે લોકોને એટલું આપી શકીએ. આ ફિલ્મમાં મ્યુઝિક, ગીતો, ડાન્સ, લાફ્ટર બધું જ લાર્જર ધેન લાઇફ છે. આ કામ અઘરું, તેના માટે અમે બહુ મહેનત કરી છે. તેની સ્પેશિયલ ઇફેક્ટ પણ જોવા જેવી હશે, સાથે તેમાં તૃપ્તિ ડિમરી, માધુરી દિક્ષિત અને વિદ્યા બાલન એમ ત્રણ સુપર એક્ટ્રેસ છે. તાજેતરમાં જ કાર્તિક આર્યનનું રૂહ બાબા અને વિદ્યા બાલનનો બ્લેક સાડીમાં ફોટો શૂટ પણ વાયરલ થયેલું, જેને લોકોએ ‘સ્ત્રીનો તોડ’ ગણાવ્યો હતો.  ‘સિંઘમ’ની વાત કરવામાં આવે તો અજય દેવગને પણ દિવાળી રિલીઝની જાહેરાત કરી હતી. પહેલાં આ ફિલ્મ ૧૫ ઓગસ્ટે રિલીઝ થવાની હતી અને તેની ટક્કર ‘પુષ્પા ૨’ સાથે હતી. પણ તાજેતરમાં જ રોહિત શેટ્ટીએ પણ એકસ પર તેની ફિલ્મમાં નવા કેમિઓ અંગે જાહેરાત કરી હતી, તેથી તે પણ ફિલ્મ પોસ્ટપોન કરવાના મૂડમાં નથી. હવે આ ફિલ્મો કેવી ચાલશે એ તો રિલીઝ થાય ત્યારે જ જોવાનું રહ્યું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *