Bharuch,તા.૨૯
રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ભરુચમાંથી સિગારેટના આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભરૂચ ર્જીંય્એ વિદેશી સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો છે. નેશનલ હાઈવે પર મુલદ ટોલનાકા પાસેથી સિગારેટ જપ્ત કરવામાં આવી છે.
અમદાવાદથી મુંબઈ કારમાં સિગારેટનો જથ્થો લઈ જવાતો હતો ત્યારે ઝડપવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ૧૧.૮૦ લાખની સિગારેટનો જથ્થો કબજે કરાયો છે. દુબઈથી સિગારેટનો જથ્થો મંગાવી એક્સાઇટ ડ્યુટીની ચોરી કરતા હોવાનું સામે આવ્યુ છે.
અમદાવાદ એરપોર્ટ પર સિગારેટ અને આઈ ફોન મગાવતા હોવાનું પણ સામે આવ્યુ છે. આરોપીઓ મુદ્દામાલને મુંબઈ પહોંચાડતા હોવાનું સામે આવ્યુ છે. મહિલા સહિત ૨ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કૂલ ૧૫.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે.