Bharuch:કાર ટ્રકમાં ઘુસી જતાં ૬ લોકોનાં કમકમાટીભર્યા મોત થયાં

Share:

ભરૂચના જંબુસરના મગણાદ નજીક અકસ્માતમાં હાઇવે રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં કાર ઘુસી જતાં ૬ લોકોના કરૂણ મોત થયા છે

Bharuch તા.૨૩

ભરૂચના જંબુસરના મગણાદ નજીક અકસ્માતમાં હાઇવે રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં કાર ઘુસી જતાં ૬ લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે  ચાર લોકને ઇજા પહોંચી છે.  ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા ખસેડાયા છે. દુર્ઘટના મોડીરાત્રીના પોણા અગિયાર વાગ્યે બની હતી. ગંભીર રીતે ઘવાયેલા ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા હોસ્પિટલ લઇ જવાયા છે. જંબુસરના પાંચ કડા ગામના પરિવાર ભરૂચ જઇ રહ્યો હતો આ દરમિયાન અકસ્માત નડ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભરૂચના જંબુસરના મગણાદ ગામ નજીક ઉભેલી ટ્રકમાં પાછળથી ઇકો કાર અથડાતા ભયંકર  અકસ્માત સર્જાયો હતો.જેને ૬ લોકોનો ભોગ લીધો. કારમાં કુલ ૧૦ લોકો સવાર હતા.મૃતકોમાં ૨ મહિલા, ૩ પુરુષ અને બે  બાળકીનો સમાવેશ થાય છે. મૃતકો વેદચ, સાંભા પાંચકડા અને ટંકારી ગામના  હતા.આ બંને પરિવાર ભરૂચના શુકલતીર્થ ગામે મેળામાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા.  એ દરમ્યાન  અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, ઇકો કારનું પતરું ચીરી લોકોને બહાર કઢાયા હતા.આ અકસ્માતાં સપનાબેન જયદેવ ગોહિલ, જયદેવ ગોવિંદભાઇ ગોહિલ   કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ,  હંસાબેન અરવિંદ જાદવ, સંધ્યાબેન અરવિંદ જાદવ,વિવેક કુમાર ગણપતે જીવ ગુમાવ્યો છે. તો ઇજા પામનાર નિધિ બહેન  નીધીબેન ગણપત,  મિતલબેન ગણપ, ગણપતભાઇ રમેશભાઈ, અરવિંદભાઈ રયજીભાઈનો સમાવેશ થાય છે. ભયંકર રોડ અકસ્માતની જાણ થતાં જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી  અધિકારીઓ સાથે  ઘટના સ્થળે પહોંચ્યા હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *