2025 ની શરૂઆત જનરેશન બીટાના યુગની પણ શરૂઆત કરશે અને 2025 થી 2039 સુધી જન્મ લેનારા બાળકોને જનરેશન બીટાના બાળકો ગણવામાં આવશે. આ વાય જુથ જનરેશન આલ્ફા (2010-2024) નું અનુગામી બનશે.
બીટા બેબીઝ તરીકે ઓળખાનારા આ જનરેશનનાં બાળકો અગાઉની જનરેશન કરતા વધારે પડતા ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અને સામાજીક ફેરફારોને જોશે.2035 સુધીમાં બીટા બેબીઝની સંખ્યા જગતની કુલ વસતીના 16 ટકા જેટલી હશે.
જનરેશન બીટાના ઘણા લોકો બાવીસમી સદીનો ઉદય જોઈ શકશે.એવૂ ધારવામાં આવે છે.જનરેશન આલ્ફાએ સ્માર્ટ ટેકનોલોજીનો અને આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ (AI)નો વિકાસ અનુભવ્યો છે.
જયારે જનરેશન બીટા એવા યુગમાં જીવશે જેમાં A1 અને ઓટામેશન રોજબરોજનાં જીવનમાં સંપૂર્ણપણે છવાયેલો રહેશે. જોકે આ પેઢીને કલાઈમેન્ટ ચેન્જ, અત્યંત ઝડપી શહેરીકરણ જેવા સામાજીક પડકારો ભોગવવાનું પણ આવશે.