Mumbai,તા.14
શેકેલા ચણા સાથે મધનું સેવન કરવાથી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે અને નબળાઇ દૂર થાય છે. બે મુઠ્ઠી ચણા મધ સાથે નિયમિત સેવન કરવાથી શરીરને પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર જેવા પોષક તત્વો મળે છે. પરિણામે કમજોરી દૂર થવાની સાથેસાથે ઘણા ફાયદા કરે છે.
વજન ઓછું કરે
વધતા વજનને ઓછું કરવું હોય ચો શેકેલા ચણા સાથે મધનું સેવન કરી શકાય છે. ચણા અને મધ બન્નેમાં ફાઇબરની અધિક માત્રા હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
હાડકાને મજબૂત કરે
શેકેલા ચણા અને મધમા મેગ્નેશિયમ અને ફોસ્ફરસ સમાયેલું જોવા મળે છે. જે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. શરીરના સાંદામાં અન ેહાડકામાં દુખાવાથી રાહત પામવા માટે શેકેલા ચણા અને મધનું સેવન કરવું.
પેટ માટે ઉત્તમ
શેકેલા ચણામાં ફાઇબર સમાયેલુ ં હોવાથી તેને ખાવાથી પાચનશક્તિ સુધરે છે. પેટની મોટા ભાગની સમસ્યા અપચાને કારણે થતી હોય છે. જેથી શેકેલા ચણા અને મધનું સેવન કરવાથી પેટની તકલીફથી બચી શકાયછે.
હૃદય રોગ માટે ગુણકારી
શેકેલા ચણા અને મધનુ ંસેવન હૃદયને સ્વસ્થ રાખી શકાય છે. તેમાં મેગ્નેશિયલ, કોપર, ફોસ્ફરસ હોય છે જે ચણા અને મધ શરીરને પુરુ પાડે છે. તેથી જો હૃદયની કોઇ બીમારી હોય તો શેકેલા ચણા અને મધનું સેવન કરવું. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારુ થાય છે.
બ્લડ સુગર માટે ફાયદાકારક
નિયમિત રીતે સાવેર શેકેલા ચણા ખાવાથી શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ જળવાઇ રહે છે. ડાયાબિટીસના દરદીએ પોતાના રોજિંદા આહારમાં શેકેલા ચણાને સામેલ કરવા જોઇએ. ચણા સાથે મધના સ્થાને ગોળ મેળવીને ખાઇ શકાય.
એનર્જેટિક
શેકેલા ચણાને પોતાના આહારનો હિસ્સો બનાવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામા ંસમાયેલું હોય છે. જે શરીરને એનર્જી પૂરી પાડવા માટે પુરતું છે. એટલું જ નહીં તેમાં કોંપેલેક્સ કાર્બોહાઇડ્રેટ પણ હોય છે,જે બ્લડ શુગરના લેવનને સ્પાઇક કિયા વિના એનર્જી સ્ટેબલ સોર્સ પ્રદાન કરે છે. જો શરીરમાં સ્ફૂર્તિ ઓછી લાગતી હોય તો શેકેલા ચણા ખાવાથી ફાયદો થાય છે.
ઇમ્યુનિટી મજબૂત થાય છે
શેકેલા ચણા અને મધના સેવનથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેમાં સમાયેલા પોષક તત્વો રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. જેથી બીમારીથી લડવાની ક્ષમતા વધે છે.
ત્વચા અને વાળ માટે ફાયદાકારક
શેકેલા ચણાને રોજિંદા ડાયટમા ંસામેલ કરવાથી ત્વચા અને વાળને ફાયદો કરે છે. ત્વચા પર તેજ અને ચમક આવે છે. તેમજ વાળ હેલ્ધી બને છે. ત્વચામાં સમાયેલા વિટામિન અને મિનરલ્સ ખાસ કરીને વિટામિન બી અને જિંક ત્વચાને અને વાળને હેલ્ધી બનાવે છે.
બ્લેડ પ્રેશર
બ્લડપ્રેશરની તકલીફ ધરાવનાર વ્યક્તિ માટે શેકેલા ચણા ફાયદો કરે છે. શેકેલા ચણામાં ન્ગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે કોલોસ્ટ્રોલના સ્તરને ઓછું કરીને અને હાઇ બ્લડપ્રેશરને રોકવામાં મદદ કરે છે.
સોજા અને વામાં ગુણકારી
શેકેલા ચણામાં બ્યુટિરેટ સમાયેલું હોય છે, જે શરીરમાંના સોજાને ઓછા કરનારા એક પ્રકારનો ફેટી એસિડ છે. જે વિશેષ રીતે ગઠિયા વામાં લાભ પહોંચાડે છે.
પ્રેગનન્સીમાં ફાયદાકારક
ગોળમાં આર્યન વધુ પ્રમાણમાં હોય છે. તેથી નિયમિત રીતે ગોળ અને ચણા ખાવાથી શરીરને આર્યન અને પ્રોટીન પ્રાપ્ત થાય છે. તેમજ સ્તનપાન કરાવનારી મહિલાઓ માટે પણ ફાયદાકારક છે. તેના સેવનથી દૂધમાં પોષણ વધે છે જે બાળક માટે ફાયદાકારક છે.
માંસપેશિયોને મજબૂત કરે
ગોળ અન ચણા હાડકા અને માંસપેશિયોને મજબૂત કરે છે. તેમાં પ્રોટીન પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગોળમાં પોટેશિયમની માત્રા ભરપુર માત્રામાં હોવાથી માંસપેશિયોના નિર્માણ અને પાચનશક્તિમાં મદદ કરે છે.
યાદશક્તિ વધારે
નિયમિત રીતેગોળચણાનું સેવન કરવાથી શરીરને વિટામિન બી૬ પ્રાપ્ત થાય છે. જે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે અને મગજની કાર્યક્ષમતામાં સુધારો કરે છે.
કબજિયાતથી રાહત
બદલતી ઋતુમાં પાચન શક્તિ બગડવાની સમસ્યા સામાન્ય છે. ગોળ અને ચણામાં ભરપુર માત્રામાં ફાઇબર સમાયેલું હોવાથી કબજિયાતમાં રાહત આપે છે.
દાંતની તકલીફ
દાંતમાં થતી સામાન્ય તકલીફોથી રાહત પામવા માટે ગોળ અન ચણાનું સેવન કરી શકાય છે. તે પોસ્ફરસનો સારો સ્ત્રોત છે. જેથી બટકી અને તૂટી જતા અન ેનબળા દાંતની તકલીફમા રાહત આપે છે.