સ્ટાઇલીશ બનો

Share:

હાઇટ હોય ન હોય પણ Figure ફીટ સ્કીની ને સ્લીક હોય તો Jeansનો ટ્રેન્ડ તમારે માટે શ્રેષ્ઠ બની શકે

વાત અહીં Figureની તો છે જ, પણ ખાસ વાત છે એક એવી સ્ટાઇલની જે તમારા Figure સાથે વળગી તો જાય જ અને સાહજિક લાગે. અલબત્ત જો Figure સો ટકા પરફેકટ હોય તો જ આ Style અપનાવી શકાય. ઐશ્વર્યા ને શિલ્પા શેટ્ટી, કરીના ને કંગાના દરેકનાં ફીગર અલગ અલગ પણ સંપૂર્ણ આ સ્ટાઇલ માટે. હાઇટ હોય ન હોય પણ ફીગર ફીટ સ્કીની ને સ્લીક હોય તો Jeansનો આ ટ્રેન્ડ તમારે માટે શ્રેષ્ઠ બની શકે. Jeansની ખરીદી કરતાં એટલે કે બ્રાન્ડેડ લેતી વખતે વિચારવું જરૂરી નથી કે આઉટડેટેડ થઇ જશે. થોડા સમયનાં થોડા ચક્રમાં એ આગળ પાછળ કયારેય ન કામનું બની નથી જવાનું! આજે સાદી ભાષામાં કહીએ તો ચુડીદાર Jeansની સ્ટાઇલ ફરીથી આવી ગઇ. જીન્સ એવું જ જે ચુડીદારમાં એડી પાસે જેમ કરચલીઓ ભેગી થાય તેમ તેટલું લાંબુ નહીં પણ એવા જ ફિટીંગનું અને એવો જ દેખાવ આપતું.
જાણીતી ઇન્ટરનેશનલ બ્રાન્ડઝના Jeansની વિવિધતાઓ, કે બેંગકોક – ચાઇના પેન્ટસ – જે પણ લ્યો સ્ટાઇલ એક જ પણ બ્રાન્ડ નામ અને ભાવનો તફાવત એટલો જ વિવિધ. સ્કીની ને સ્લીક Jeansનાં આ સ્ટાઇલ સાથે શર્ટ, ટીશર્ટ અને ચાહો તે સ્ટાઇલનું ટોપ પહેરી શકાય છે, ખાસ કરીને ફ્રોક સ્ટાઇલ અને એરલાઇન કટ અને બલૂન ટોપ. આટલું ટાઇટ ફિટીંગ હોય પણ અગવડતાનો અનુભવ સારી બ્રાન્ડની સ્ટાઇલમાં થતો નથી. સ્ટ્રેચ મટિરિયલ અને ફિટીંગનું સંયોજન શ્રેષ્ઠ લૂક આપી શકે છે. અહીં ખાસ કરીને ફલેટ ચંપલની વિવિધતા રોમન સ્ટાઇલ કે કોલ્હાપુરી, ગાંધી સ્ટાઇલ કે જૂતી, સ્ટીલેટોઝ કે હીલ્સ કોઇપણ પસંદ કરી શકાય પણ બ્લોકસ કે સ્ટ્રેપી સેન્ડલ્સ નહીં જ. સ્કીની અને સ્લીક સ્ટાઇલ સાથે લો વેસ્ટ હોય કે હાઇ વેસ્ટ તમારે અહીં તમારા પ્રત્યે સજાગ રહેવાનું છે. Jeansનાં એક પેન્ટની ઓળખ આપવી જરૂરી નથી. પણ જરૂરી છે તમે કેવી રીતે સ્ટાઇલ સાથે સંયોજીને પહેરો છો. અહીં હેરસ્ટાઇલમાં ટાઇટ પોનીટેલ અને ખુલ્લા વાળ કે પછી બાંધેલો સ્કૂલ ગર્લ ચોટલો. હવે જ્યારે સ્ટાઇલની વાત થઇ રહી છે ત્યારે એક બાબત સમજવી જરૂરી છે કે સાડીના પરિધાનમાં સ્ત્રીની ફીગર ખુબ સારી લાગતી હોય છે. ખાસ કરીને અત્યારે તો સાડીના પરિધાનની અવનવી ફેશન નીકળી ત્યારે સાડી પણ સ્ત્રીઓ હવે સ્ટાઇલથી પહેરતી થઇ ગઇ છે. હવે તો જાત જાતની પાર્ટીઓમાં સ્ત્રઓ સાડી અલગ અલગ રીતે પહેરી આવતી હોય છે અને તેમાં કાંઇ ખોટુ પણ નથી કેમ કે સ્ત્રીઓની ફીગર સાડીમાં ખુબ સરસ લાગતી હોય છે તેમાં કોઇ શંકા નથી વળી સાડીથી વ્યકિતિનું વ્યક્તિત્વ જ ખીલી ઉઠતુ હોવાથી આજની નારીની પહેલી પસંદ સાડી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *