BCCI એ ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સી લોન્ચ કરી

Share:

New Delhi,તા.30
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સી લોન્ચ કરી છે. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ હાજર હતી. આ જર્સી પ્રખ્યાત જર્મન સ્પોર્ટસવેર કંપની એડિડાસ દ્વારા બનાવવામાં આવી છે.

ટીમ ઈન્ડિયાની અગાઉની જર્સી સંપૂર્ણપણે વાદળી હતી અને તેના ખભા પર ત્રણ એડિડાસ પટ્ટાઓ હતી. આ વખતે ખભા પરની ત્રણ એડિડાસ પટ્ટાઓને ત્રિરંગાનો શેડ આપવામાં આવ્યો છે. આ જર્સીનો વાદળી રંગ અગાઉની જર્સી કરતા થોડો હળવો છે પરંતુ તેની બાજુઓ પર ઘાટો રંગ આપવામાં આવ્યો છે.

BCCIએ X અને Instagram  પર નવી જર્સીનો વીડિયો શેર કર્યો છે. હરમનપ્રીત કૌરે નવી જર્સી વિશે કહ્યું, ’મારા માટે સન્માનની વાત છે કે મારી હાજરીમાં નવી જર્સી લોન્ચ કરવામાં આવી. હું તેના દેખાવથી ખૂબ જ ખુશ છું. ખાસ કરીને ખભા પર ત્રિરંગો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *