Gondal APMC માં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવ્યું

Share:

ચાઇનીઝ લસણની ૩૦ બોરી નજરે ચડતા અધિકારીઓ ચોંકયા

Gondal, તા.૭

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ પહેલાં થયેલી લસણની આવકમાં ચાઇનીઝ લસણ પણ ૩૦ બોરી મળી આવતાં ઉહાપોહ મચી ગયો છે અને તપાસનો ધમધમાટ ચાલુ કરી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલ અલગ – અલગ જણસની પુષ્કળ આવક ચાલુ છે. જેમાં બે દિવસ પહેલાં લસણની પણ મોટી આવક થઈ હતી. આ દરમિયાન ગોંડલ માર્કેટયાર્ડના કર્મચારીઓને ચાઇનીઝ લસણની ૩૦ બોરી નજરે ચડતા અધિકારીઓ ચોંકી ઉઠ્‌યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્યની દૃષ્ટિએ હાનિકારક હોવાથી ભારત સરકારે ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે ચાઇનીઝ લસણ હલકી ગુણવત્તાનું અને ખૂબ જ સસ્તું હોય છે. ભારતના ખેડૂતોને નુકસાન વેઠવું ન પડે તે માટે સરકારે પ્રતિબંધ લગાવેલો છે. આ મામલે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાનું ધ્યાન દોરતાં તેમણે ચાઇનીઝ લસણની ૩૦ બોરી અલગ તારવી લઈને રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગી. આ જથ્થો કોણે મંગાવ્યો અને કોણે મોકલ્યો? એ અંગે તપાસ શરુ કરાવી છે. જો ચાઇનીઝ લસણ ગુજરાતમાં આવશે તો ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *