Dhaka, તા.7
બાંગ્લાદેશના અનુભવી વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમે ગુરુવારે એકાએક વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. 37 વર્ષીય ખેલાડીએ ટીમનો ભાગ હતો જે ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ માટે સૌથી વધુ રન બનાવનાર તમીમ ઈકબાલ (8357 રન) પછી તે બીજો બેટ્સમેન છે.
રહીમે પોતાના ફેસબુક પેજ પર લખ્યું, હું ODI માંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું. વૈશ્વિક સ્તરે અમારી સિદ્ધિઓ મર્યાદિત છે. એક વાત સ્પષ્ટ છે કે, જ્યારે પણ મેં દેશ વતી મેદાનમાં પગ મૂક્યો ત્યારે મેં સંપૂર્ણ સમર્પણ અને ઈમાનદારી સાથે 100 ટકાથી વધુ યોગદાન આપ્યું. છેલ્લા કેટલાક અઠવાડિયા મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે.મને સમજાયું છે કે આ મારું નસીબ છે.
રહીમ ટી20 પહેલા જ સંન્યાસ લઈ ચૂક્યો છે. તેણે 102 ટી20માં 19.48ની એવરેજથી 1500 રન બનાવ્યા છે. તે ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.