Bangladesh,તા.05
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ફાટી નીકળેલો અગનજ્વાળા ફરી સમગ્ર દેશને ભરડામાં લઈ રહ્યો છે. બાંગ્લાદેશમાં શહીદોના વંશજોને અનામતનો મુદ્દે બેકાબૂ બનતા દેશભરમાં અનિશ્ચિતકાળ માટે કર્ફ્યૂ લાદવા સાથે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. જોકે સ્થિતિ વધુ વણસતા હવે બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પોતાનું નિવાસસ્થાન છોડીને અન્યત્ર સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતરિત થવું પડ્યું છે.
બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતનો અંત લાવવા અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ લોહિયાળ વિરોધમાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે શેખ હસીએ ભારે વિરોધને પગલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.
બાંગ્લાદેશના વડાપ્રધાનના નિવાસસ્થાન પર આગચંપી અને તોડફોડ થતા શેખ હસીના અને તેમના બહેનને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.