Bangladesh,તા.8
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શેખ હસીનાને વડાપ્રધાન પદ અને દેશ બન્ને છોડવો પડયો તો પૂર્વ વડાપ્રધાન તથા વિપક્ષના નેતા ખાલીદા ઝીયા પણ હવે બાંગ્લાદેશ છોડી ગયા છે તથા તેઓ લંડન પહોંચી ગયાના સંકેતો છે.
જોકે તેઓ કોઈ સ્વાસ્થ્ય ઈલાજ માટે લંડન ગયા હોવાનો દાવો કરાયો છે. પણ સુત્રોના જણાવ્યા મુજબ દેશની વચગાળાની યુનુસ સરકારે તેમને દેશ છોડવા મજબુર કર્યા છે.તેઓ ઢાંકાથી એક ખાસ એર એમ્બ્યુલન્સ મારફત લંડન ગયા હતા.
ખાલીદા ઝીયા ત્રણ વખત બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે કામ કર્યુ છે. તથા તેમના પતિ જનરલ ઝીયાએ દેશના લશ્કરી શાસક હતા જેના અપમૃત્યુ બાદ ખાલીયા ઝીયાએ તેના પક્ષ બાંગ્લાદેશ નેશનાલીસ્ટ પાર્ટીનું સુકાન સંભાળી હસીનાનાં હરીફ બન્યા હતા.
શેખ હસીનાએ તેની ધરપકડ પણ કરાવી હતી બાદમાં તેઓ જામીન પર હતા તેમાં લંડન જવા રવાના થયા તે સમયે તેમના નિવાસે હજારો સમર્થકો ઉમટયા હતા.