Banaskanthaના દાંતીવાડામાં સગીરા થ્રેસરમાં ફસાતા મૃત્યુ

Share:

Banaskantha,તા.૨૨

બનાસકાંઠાના દાંતીવાડામાં સગીરાનો દુપટ્ટો પાક કાઢવાના થ્રેશરમાં ફસાઈ જતાં તેનું કરૂણ મોત થયું હતું. દાંતીવાડાના આરખી ગામી આ હૃદયવિદારક ઘટના સામે આવી છે. સગીરા દસમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી.

આમ કુટુંબને ખેતીમાં મદદ કરવા જતાં સગીરા મોતને ભેટી છે. અકસ્માતના પગલે સમગ્ર કુટુંબમાં શોકનું વાતાવરણ છે. આરખી ગામની બાળકી કમળાબેન અરજણભાઈ ચૌધરીનું થ્રેસરમાં ફસાઈ જવાના લીધે કમકમાટીભર્યુ મોત થયું છે. બાળકીના કમોતના લીધે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આખું કુટુંબ હાલમાં રોક્કળ કરી રહ્યુ છે. સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહૌલ છે.

સગીરા માતાપિતાને ખેતીના કામમાં મદદ કરવા ગઈ હતી. તેને મશીન વિશે સ્વાભાવિક રીતે ખબર પણ ન હતી. તેમા ક્યારે દુપટ્ટો આવ્યો આવી ગયો તેની તેને ખબર પણ પડી ન હતી અને તે મશીનમાં ખેંચાઈ ગઈ હતી. તેના કારણે તેનુ મોત થયું હતું. થ્રેશર મશીનમાં જરા પણ બેદરકારી મોતને આમંત્રણ આપી શકે છે.

બનાસકાંઠામાં જાણે એક પછી એક દુર્ઘટના બનવા માંડી છે. હજી થોડા દિવસ પહેલા જ પિતા અને પુત્રએ આત્મહત્યા કરી છે. આ ઉપરાંત અખાદ્ય તેલનો મોટો જથ્થો પકડીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો, આ લૂંટ ૮૦ લાખ રૂપિયાની હતી. આટલું ઓછું હોય તેમ આ વિસ્તારમાં રોગચાળો પણ જારી છે.  આમ જાણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની બધી રીતે પનોતી બેઠી હોય તેવી સ્થિતિ છે. કોઈને કોઈ દુર્ઘટના બનતી રહે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *