New Delhi,તા.05
ટીએમસીના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંન્હાએ મંગળવારે દેશભરમાં નોનવેજ ફૂડ પર પ્રતિબંધની માંગ કરી હતી. તેમણે યુનિફોર્મ સિવિલ કોડની પણ પ્રશંસા કરી છે. જો કે, તેમણે આ અંગેની ચિંતાઓ પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે માત્ર ગૌમાંસ જ નહીં, પરંતુ દેશભરમાં તમામ પ્રકારનાં નોનવેજ ફૂડ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
શત્રુઘ્ન સિંન્હાએ કહ્યું કે, ઉત્તરાખંડમાં સમાન સિવિલ કોડનો અમલ કરવો તે પ્રશંસનીય છે. સમાન સિવિલ કોડ દેશભરમાં લાગું થવો જોઈએ અને મને ખાતરી છે કે દરેક મારી સાથે સંમત થશે. પરંતુ તેમાં ઘણી ખામીઓ અને ભૂલો છે.
દેશમાં માત્ર ગૌમાંસ જ નહીં પરંતુ તમામ નોનવેજ ફૂડ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમણે કહ્યું કે ઉત્તર ભારતમાં જે નિયમો લાગું કરી શકાય છે તેનો અમલ ઉત્તર પૂર્વી રાજ્યોમાં કરી શકાતો નથી. એકસમાન સિવિલ કોડની જોગવાઈઓ તૈયાર કરતાં પહેલાં એક પાર્ટિ મીટિંગ યોજાવી જોઈએ.”
ઉત્તરાખંડ 27 જાન્યુઆરીથી યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ સાથે ઐતિહાસિક પગલું ભર્યું છે. ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ એક્ટ, 2024 લગ્ન, છૂટાછેડા, વારસો અને ઉત્તરાધિકારને લગતાં કાયદા સહિત વિવિધ વ્યક્તિગત કાયદાઓને સરળ બનાવશે.
ગુજરાતમાં પણ યુસીસી લાગું કરવાની તૈયારીઓ
શત્રુઘન સિંહાનું નિવેદન ગુજરાતનાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દ્વારા કરવામાં આવેલી ઘોષણા પછી આવ્યું છે જેમાં તેમણે ગુજરાતમાં યુસીસીના અમલ માટે પાંચ -સભ્ય સમિતિની રચના કરવાનું કહ્યું છે. આ સમિતિની રચના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજન દેસાઈની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવશે.
45 દિવસની અંદર રાજ્ય સરકારને પોતાનો અહેવાલ રજૂ કરશે. ગુજરાત સરકારે 2022 માં યુસીસીની આવશ્યકતાની તપાસ માટે એક સમિતિની રચના કરી, જેનો હેતુ આ કાયદાનાં અમલીકરણની સંભાવનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો.