યુવતીને લગ્નની લાલચ આપી અવાર નવાર હવસનો શિકાર બનાવી તી
Rajkot,તા.06
શહેરમા રહેતી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે દ્વારા રદ કરવામાં આવી છે.ગત તારીખ 17-2-2025 ના રોજ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચાર્ય અંગેની ફરિયાદ મોરબી રોડ રાધિકા પાર્કમા રહેતો દિલીપ નાનજીભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોધી આરોપી દિલીપ નાનજીભાઈ ચાવડા ની ધરપકડ કરી જેલ હવાલે કરેલો હતો. હાલ જેલ હવાલે રહેલા દિલીપ નાનજીભાઈ ચાવડાએ જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે સરકારી વકીલ હાજર રહી અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે દુષ્કર્મ નો ગંભીર ગુનો આરોપી ઉપર નોંધાયેલો છે.આવા ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં. જો તેને જામીન આપવામાં આવશે તો તેને કાયદાનો કોઈ ડર રહેશે નહીં અને ફરી આવા ગુના આચરશે તેથી આરોપીની જામીન અરજી રદ કરવા રજૂઆત કરિ હતી.તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી જે તમાકુવાળા જામીન અરજી રદ કરી છે.આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા