ગૌશાળા – આશ્રમ બનાવવા માટે જમીનના બહાને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરોડોનું કૌભાંડ કર્યું હતું
Rajkot,તા.03
જમીન – મકાનના બ્રોકરને આશ્રમ માટે જમીન ખરીદવાના બહાને રૂ.3 કરોડની છેતરપિંડી આચર્યાની સ્વામી સાધુ આણી ટોળકીના આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં ઝડપાયેલા સૂત્રધાર સુરેશ ઘોરીને કોર્ટે જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ મહિલા પીએસઆઇના પતિ અને એડવોકેટ અને જમીન મકાનના ધંધાર્થી સાથે છ માસ પૂર્વે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢેલા ચાર સાધુઓ સહીત આઠ શખ્સોની ટોળકીએ મંદિર બનાવવા જમીન ખરીદવી છે તેવું કહી રૂ. 3 કરોડની છેતરપિંડી આચરી હતી. જે અંગે જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર રૂૂશીકુલ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય આલુંસિહ ચૌહાણ સહિત 8 શખ્સ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સીઆઇડી ક્રાઇમે મુખ્યસૂત્રધાર સુરેશ ઘોરીની ધરપકડ કરી જેલ જવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપી સુરેશ તુલસી ધોરી (પટેલ)એ રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજીની સુનાવણી પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપી સુરેશ ઘોરીની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપી સુરેશ ઘોરી વતી રાજકોટના યુવા એડવોકેટ જે.ડી. બરદાના અને એ.એન. રાઠોડ રોકાયા હતા.