એલટેક હાર્ડવેર કારખાનામાં ૨૪,૮૦ લાખ કિંમતના ૫૮૩૬ કિલો ઝીંક ચોરી કરી વેચાણ કર્યું હતું
Rajkot,તા.01
શહેરના એલટેક હાર્ડવેર કારખાનામાં ચોરી કરેલ ૨૪,૮૦,૭૪૦ કિંમતના ૫૮૩૬ કિલોગ્રામ ઝીંક ધાતુ કે રૂપિયા પરત નહિ કરી છેતરપિંડી આચરવાના ગુનામાં કોર્ટે આરોપીને જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા આરોપી હેમંત મનસુખ સાગઠિયા ઝીંક મેટલના દરવાજાના હેન્ડલ બનાવતી ફરિયાદી જગદીશ ચતુર લુણાગરીયાની ભાગીદારી પેઢી એલટેક હાર્ડવેર કારખાનામાં ઘણા વર્ષોથી નોકરિયાત તરીકે કામ કરતા હતા. દરમ્યાન કારખાનામાં રૂ.૨૪,૮૦,૭૪૦ણી કિંમતના ૫૮૩૬ કિલોગ્રામ ઝીંક ધાતુની ઘટ જણાઈ આવી હતી. તપાસ કરતા સામે આવેલ કે, કર્મચારી હેમંત સાગઠિયા કાચો માલ કારખાનાની બાજુમાં આવેલ શિવ મેટલ નામની ધાતુ ઓગાળવાની ભઠ્ઠીમાં આપી દેતો હતો. ફરિયાદીએ આરોપીને આ અંગે પૂછતાં આરોપીએ સ્વીકારી લીધેલું કે તે ભઠ્ઠીમાં માલ આપી દેતો હતો. જેની નુકસાની તે આપી દેશે તેવી વાત કરેલી પણ ધાતુ કે રકમ પરત ન કરતા કારખાનેદાર ફરિયાદીએ ઉચાપતની ફરિયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપીએ પોતાના વકીલ મારફતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલી જતા આરોપીના વકીલે કરેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપીને જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ અશ્વિન મહાલિયા, દિવ્યેશ.આર.મહેતા, કિરીટસિંહ જે.જાડેજા, પરેશ એન. વરિયા અને રેખાબેન તુવાર રોકાયા હતા.