Rajkot: રૂ.૩ લાખની છેતરપીંડીના ગુનામાં આરોપીના જામીન મંજૂર

Share:
બનાવટી આધાર કાર્ડનો આર.ટી.ઓ.માં કાર નામે ટ્રાન્સફર કરી ખરા તરીકે ઉપયોગ કરી ઠગાઈ કરી
Rajkot,તા.19
બોગસ દસ્તાવેજોને આધારે કાર વેચાણ આપી  છેતરપીંડી આચરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને જામીન મુકત કરવા કોર્ટે હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ ફરીયાદી સંજયભાઈ કણજરાની કાર આરોપી ભાવેશ પીઠડીયાએ રૂ.૬ લાખમાં ખરીદી હતી. જે ખરીદીના રૂ.૩ લાખ ચૂકવી આપ્યા હતા. જ્યારે બાકી રહેતા રૂ.૩ લાખ નહિ આપી સંજયભાઈ કણજરાનું બોગસ આધાર કાર્ડ બનાવી બનાવટી આધાર કાર્ડનો આર.ટી.ઓ.માં કાર નામ ટ્રાન્સફર કરવા માટે ખરા તરીકે ઉપયોગ કરી કાર અન્યને વેચી આર.ટી.ઓ.માં ટ્રાન્સફર કરી દઇ સંજયભાઈ કણજરા સાથે રૂ.૩ લાખની છેતરપિંડી આચરી હતી. જે અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાવેશ પીઠડીયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેતા આરોપી ભાવેશ પીઠડીયાએ પોતાના વકીલ મારફત રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા  આરોપીના વકીલ દ્વારા દલીલો કરવામાં આવેલ કે આરોપી પાસેથી કોઈ રીકવરી કે ડીસકવરી પેન્ડીંગ નથી આરોપી દ્વારા કોઈ આર્થિક લાભ મેળવવામાં આવેલ હોય તેવા કોઇ દસ્તાવેજી પુરાવો મળી આવેલ નથી  આરોપીનો કોઈ ગુનાહીત ભુતકાળ પણ નથી તેમજ  ફરિયાદમાં પણ પ્રથમથી આરોપીનું નામ ન હોય તેથી આરોપીને જામીન ઉપર મુકત કરવા કરેલી રજુઆત અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી વતી એડવોકેટ હેંમત કે. સગર રોકાયા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *