રૂ.70 લાખ વસૂલવા બેલડીએ હવાલો લઈ કારને આંતરી મારમાર્યો
Rajkot,
શહેરના રજપુતપરાના હોટલ સંચાલક પાસેથી રૂ.70 લાખ વસૂલવા બેલડીએ હવાલો લઈ કારને આંતરી હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.શહેરમા રહેતા અને રજપુતપરામાં પાર્ક વ્યુ હોટલ ધરાવતા કાળુભાઈ પાનસુરીયા હોટલેથી ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે જવા કારમાં જઈ રહ્યા હતા ત્યારે દિનેશ મુછડી અને રમેશ બોરીચાએ ધોકા, પાઈપ અને છરી વડે હુમલો કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રમેશ સબાળની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં ફરિયાદી કાળુભાઈ પાનસેરીયા પાસેથી પ્રફુલગિરી ગોસ્વામીએ ૭૧ લાખ કઢાવવા માટે હવાલો આપ્યાનું તપાસમાં ખુલ્યું હતુ. જેલ હવાલે રહેલા દિનેશ મૂછડીએ જામીન પર મુક્ત સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે દિનેશ મૂછડી જામીન અરજી મંજુર કરતો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં આરોપીના બચાવ પક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમાર, રાજેશભાઈ બી. ચાવડા, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેઝાનભાઈ સમા, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહીમભાઈ હેરંજા, સોનાબેન પટેલ અને મન ડોડીયા રોકાયા હતા.
.