જામીન આપવામાં આવશે તો કાયદાનો ડર રહેશે નહી : સરકારી વકીલ પીપળીયા
Rajkot,તા.19
દુષ્કર્મના ગુનામાં આરોપીની ચાર્જશીટ બાદ જેલ મુક્ત થવા આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકીકત મુજબ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી મહિલાને જામનગર રોડ ઘંટેશ્વર પાસે વર્ધમાન હાઇટ્સમા રહેતા ઉર્મિશ હરીશભાઈ થાનકીએ લગ્ન કરવાની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની મહિલાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી ઉર્મિશ થાનકીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો જણાય આવતા અદાલતમાં ચાર્જશીટ દાખલ કરેલ ચાર્જશીટ થયા બાદ આરોપીએ જેલમાંથી છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે અને આવા ગંભીર ગુનાના આરોપીને જામીન આપવા જોઈએ નહીં જો જામીન આપવામાં આવશે તો તેને કાયદાનો કોઈ ડર રહેશે નહીં અને ફરી અન્ય મહિલાઓને ફસાવી આવા ગુના આચરશે તેથી જામીન અરજી રદ કરવા રજૂઆત કરેલ તે રજૂઆત ને ધ્યાને લઈ સેશન્સ જજ પી.જે. તમાકુવાળાએ આરોપી ઉર્મિશ હરીશભાઈ થાનકીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરેલ છે.
આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.