Rajkot,,તા.28
પેટ્રોલપંપમાં ફિલરમેનને માર મારી લૂંટ ચલાવવાના કેસમાં ઝડપાયેલા બે આરોપીની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.વધુ વિગત શહેરમાં વાવડી ફયુલ્સ નામના એચ.પી. કંપનીના પેટ્રોલપંપમાં ગત તા.૦૫/૦૨/૨૦૨૫ ના રાત્રીના ત્રણેક વાગ્યાના સમયે ત્રણ બુકાનીધારી શખ્સો ધસી આવ્યા હતા અને પેટ્રોલપંપમાં કામ કરનાર ફીલરમેન વિષ્ણુભાઈ ગોસ્વામીને બેઝબોલના ધોકા અને હથોડી વડે માર મારી ગંભીરઇજા કરી પેટ્રોલપંપની ઓફીસમાંથી રૂ.૧૩,૦૦૦ની લુંટ ચલાવ્યાની પેટ્રોલ પંપના સંચાલક મયૂરધ્વજસિંહ ઉર્ફે મિતરાજસિંહ જાડેજાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી પ્રતીકભાઇ પીયુષભાઇ દત્તા, રાહુલ નવધણભાઇ મીર અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી લીધા હતા. હાલ જેલ હવાલે રહેલા આરોપી પ્રતીકભાઇ પીયુષભાઇ દત્તા અને રાહુલ નવધણભાઇ મીરએ જામીન મુક્ત થવા કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે અને મૂળ ફરિયાદી વતી રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઇ કોર્ટે બંને આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ પરાગભાઈ એન. શાહ, મૂળ ફરિયાદીના એડવોકેટ નલીનકુમાર શુક્લ, અભિષેક શુક્લ, નીલ વાય. શુક્લ. હેતલ શુક્લ, વિધયાબા શુક્લ, જય શુક્લ, જય બરદાણા, અજય રાઠોડ, ભાર્ગવી પંડયા, મિતલ ખખર, ભરત ઉપાધ્યાય, ધર્મેશ દવે અને વિશ્વરાજસિંહ ગોહિલ રોકાયા હતા.