babra સ્વયં સંચાલિત પાણી યોજના કરોડોના ખર્ચ બાદ બંધ!

Share:

ભાજપના શાસનમાં અણઘડ ખર્ચથી સ્વભંડોળ ની રકમ પણ તળિયા ઝાટક

babra તા.૧૧

બાબરા નગરપાલિકા કચેરી લાખો નહી પણ કરોડો ના સરકારી દેવા ના બોજ તળે આવી જતા ભાજપી શાશન કુશાસન અંગે વ્યાપક ચર્ચા ની એરણે ચડી છે અગાઉ ના વર્ષો માં બે કરોડ ઉપરાંત નું સ્વ ભંડોળ ધરાવતી અને રાજ્ય માં સધ્ધર પાલિકા તરીકે ઉભરેલી નગર પાલિકા છેલ્લા વર્ષો માં દેવાદાર બની ચુકી છે સાથો સાથ અગાઉ બાબરા ના જાહેર હિત માટે કરોડો ના ખર્ચ બાદ સ્વયં સંચાલિત કરીયાણા પાણી યોજના બંધ રહેતા હાલ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કચેરી નું કરોડો નું બાકી બીલ અને શહેર માં પીવીવીસીએલ કચેરી નું વિદ્યુત બીલ પણ કરોડો બાકી રહેતા પાલીકા દેવાળીયું ફૂક્યા માફક કામગીરી નિભાવે છે વળી રાજ્ય અને કેન્દ્ર સરકારી ની આવતી અન્ય ગ્રાન્ટો માંથી ગાડું ગબડાવી ભાગ બટાઈ સુધી ની ચર્ચા જાગી છે

બાબરા શહેર નગરપાલિકા હસ્તક બાજુ ના કરીયાણા ગામે થી ૯ કિમી લાંબી પાઈપ સાથે વર્ષો જૂની પીવા ના પાણી ની સ્વયં સંચાલિત યોજના કાર્યરત હતી બાદ સૌરાષ્ટ્ર ની સાથોસાથ બાબરા શહેર ને મહી પરએજ યોજના માંથી પીવા નું પાણી મળવા લાગતા સ્વયં સંચાલિત યોજના બંધ કરી દેવા માં આવેલી અને પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા શહેર માટે  પાણી પુરૂ પાડવામાં આવતું અને જેનો લાખો નો ખર્ચ નગરપાલિકા ના શિરે આવતો હતો જેથી નગર પાલિકા દ્વારા રાજ્ય સરકાર માંથી રૂપિયા ૩.૫૦ કરોડ ના ખર્ચે સ્પેશ્યલ પ્રોજેક્ટ ની ગ્રાન્ટ મેળવી અને કરીયાણા બાબરા સ્વયં સંચાલિત પાણી યોજના શરૂ કરવા માં આવેલી હતી અને ટૂંકાજ ગાળા માં આ પાણી પીવા લાયક નહી હોવાના રીપોર્ટ આધારે યોજના બંધ કરી દેવા માં આવી પરંતુ દુષિત બનતું કુવા નું પાણી અટકાવવા કોઈ પ્રયાસ કરવા માં નહી આવતા રૂપિયા ૩.૫૦ કરોડ અણઘડ રીતે વપરાયા નું પ્રતીત થયેલું છે

હાલ બાબરા શહેર માં પીવા ના ઉપયોગ માટે આવતું પાણી મહી પરએજ યોજના અંતર્ગત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ આધારિત મળી રહ્યું છે અને હાલ તેનું ઓકટોબર ૨૦૨૪ સુધી નું રૂપિયા ૪.૩૫ કરોડ નું નગર પાલિકા પાસે લેણું છે જયારે બાબરા શહેર માં અપાતી સ્ટ્રીટ લાઈટ સુવિધા અને વોટર વર્કસ નું મળી કુલ ૮.૫૦ કરોડ જેટલું વીજળી બીલ બાકી હોવાનું જાણવા મળે છે

સ્થાનિક નગર પાલિકા માં અગાઉ અણઘડ કામો માં કાળુભાર નદી ઉપર બનેલા જરૂર કરતા વધારે ઉચા પુલો જરૂર કરતા વધારે પુલો તેમજ ભૂગર્ભ ગટરો અને રીવર ફ્રન્ટ વોકર ર્ઝોનના અધૂરા કામો અંગે ચુંટાઈ આવેલા કોઈ ભાજપ શાશિત પાલિકા ના જન પ્રતિનિધિ પોતાના સ્થાને થી રજુઆત માટે આગળ વધતા નથી જેથી દિન બ દિન શહેરી લોકો સુવિધા ના બદલે દુવિધા ભોગવી રહ્યા છે

બાબરા શહેર માં મોટા ભાગે રોડ બ્લોક રોડ ના કામો માં વગર વિચાર્યે લાખો રૂપિયા વપરાયા છે અને અગાઉ ની ભાજપી બોડી એ કરેલા કામોના બીલો ચુકવણા અંગે અનેક વિરોધો પણ થયેલા અને હાલ બીલો ની બહાલી આપવા વિરોધ કરનારા સદસ્યો ના મનામણા પણ શરૂ હોવાની અટકળો છે એકંદરે ભાજપ શાસિત બાબરા નગર પાલિકા માત્ર વેરા વસુલાત માટે કામગીરી કરી અને લોક સુખાકારી આપવા માટે નીરસ હોવાનું દેખાઈ આવે છે     

Leave a comment

Your email address will not be published. Required fields are marked *