નવા દુશ્મન અને નવા પડકારો સાથે પરત ફરી રહી છે ‘Balveer Season 5’

Share:

ભારતના ફેવરિટ સુપરહીરો બાલવીર દરેક સિઝનમાં સતત દર્શકોને આકર્ષે છે

Mumbai, તા.૨૭

બાળકોનો ફેવરિટ શૉ બાલવીર ભારતમાં ખૂબ જ ચર્ચામાં રહે છે. આ શૉની અત્યાર સુધી ચાર સિઝન આવી ચૂકી છે. ભારતના ફેવરિટ સુપરહીરો બાલવીર દરેક સિઝનમાં સતત દર્શકોને આકર્ષે છે. તાજેતરમાં બાલવીર ૪નું સોની લિવ પર પ્રીમિયર થયું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. તાજેતરમાં એક અપડેટ આવ્યું છે કે ટીવી શો બાલવીર ફરી એક રોમાંચક સિઝન સાથે કમબેક કરી રહ્યો છે. આ વખતે બાલવીર પરમ નામના નવા દુશ્મનનો સામનો કરશે, જેને દુર્જેય શશમાગ દ્વારા ટેકો મળશે. ઓપ્ટિમિસ્ટિક્સ એન્ટરટેઈનમેન્ટની આ સિરીઝમાં દેવ જોશી શક્તિશાળી બાલવીરની ભૂમિકામાં જોવા મળશે. વેંકટેશ પાંડે વિલનના રૉલમાં જોવા મળશે, જ્યારે અદિતિ સાંવલ કાશવીના રૉલમાં જોવા મળશે. અદા ખાન આઈઝલના રૉલમાં છે અને આદિત્ય રણવિજય અજેય શશમાગના રોલમાં છે. નવી સિઝનમાં એક નવી સ્ટોરી અને શાનદાર એક્શન સિક્વન્સ જોવા મળશે. આ વખતે બાલવીરને ફરીથી નવા પડકારોનો સામનો કરવો પડશે. હવે સિઝન ૫ ને લઈને મોટો સવાલ એ છે કે શું બાલવીર ફરી એકવાર જીતશે કે તેના દુશ્મનો જીતશે? આ લડાઈની આસપાસનું સસ્પેન્સ દર્શકોને જકડી રાખશે. બાલવીર ૫ ટૂંક સમયમાં ફક્ત સોની લિવ પર સ્ટ્રીમ કરવામાં આવશે. જો કે, ઓટીટી પ્લેટફોર્મે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ એ નક્કી થઈ ગયું છે કે બાલવીરની પાંચમી સિઝન આવવાની છે. બાલવીર એક એવો શો છે જેને લોકો દરરોજ જોવાનું પસંદ કરે છે. ખાસ કરીને બાળકો તેને ખૂબ એન્જૉય કરે છે. છેલ્લી બે-ત્રણ સિઝનમાં સારી ટીઆરપી ન મળવાને કારણે શો બંધ કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે આ શો, સુપરહીરો બાલવીરની સ્ટૉરી તેના રસપ્રદ કેરેક્ટર, ઉત્તમ સ્ટોરી લાઇન અને સુપરહિટ એક્શનથી બાળકો તેમજ પુખ્ત વયના લોકોનું મનોરંજન કરી રહ્યો છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *