Ayushmann Khurrana and Raj Shandilya ફરી સાથે કામ કરશે

Share:

Mumbai, તા,22

આયુષ્માન ખુરાના અને દિગ્દર્શક રાજ શાંડિલ્યએ ૨૦૧૯માં ડ્રીમ ગર્લમાં સાથે કામ કર્યું હતું હતું. જે તેની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આ પછી ૨૦૨૩માં આ ફિલ્મની સિકવલ પણ હિટ રહી હતી. ડ્રીમ ગર્લ અને ડ્રીમ ગર્લ ટુ પછી હવે ફરી આયુષ્માન ખુરાના અને રાજ શાંડિલ્ય સાથે કામ કરવાના છે.

એક રિપોર્ટના અનુસાર રાજ શાંડિલ્યએ એક કોટુંબિક કોમેડી ફિલ્મ લખી છે. જેમાં આયુષ્માનને રસ પડયો છે. જોકે અભિનેતા અને દિગ્દર્શકે સત્તાવાર સમર્થન આપ્યું નથી. જો બધુ સમૂસુથરું પાર પડશે તો આ ફિલ્મનું જલદી જ શૂટિંગ શરૂ થાય તેવી પૂરી શક્યતા છે. આ ફિલ્મ એક સ્ટેન્ડ અલોન  કોમેડી હશે તેમજ ડ્રીમ ગર્લ ૩ નહીં હોય એવો દાવો થઇ રહ્યો છે.

એક સૂત્રના અનુસાર, રાજશાંડિલ્ય એક હટકે કોમિક એન્ટરટેનર ફિલ્મ લખી રહ્યો છે. ફિલ્મની વાર્તા એક મહિનામાં પુરી થાય તેવી શક્યતા છે. આ પછી આયુષ્માનને આ વાર્તા સંભળાવામાં આવશે. જ ોબધુ સમૂસુથરુ ંરહેશે તો ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ કરવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *