Gujarat માં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર
Gandhinagar, તા.16 ગુજરાતના અનેક જિલ્લામાં મેઘારાજા મહેરબાદ થયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 72 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. […]