Modi ની Malaysia ના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક, અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ

New Delhi,તા.૨૦ ભારતની મુલાકાતે આવેલા મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર બિન ઈબ્રાહિમનું આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને દેશના નેતાઓ ઉષ્માભેર ગળે મળતા જોવા મળ્યા હતા. અગાઉ, મલેશિયાના વડા પ્રધાને નવી દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી […]

Madhya Pradesh ના બગદરા ગામમાં દારૂ પર પ્રતિબંધ, ખરીદ-વેચાણ માટે રૂ. ૫૦,૦૦૦નો દંડ

ગ્રામજનોએ ડીજે સાથે રેલી યોજી દારૂબંધી અંગે સૌને માહિતગાર કર્યા હતા. Madhya Pradesh,તા.૨૦ મધ્યપ્રદેશના બાલાઘાટના એક ગામના લોકોએ એક અનોખો નિર્ણય લીધો છે. યુવાનોમાં વધતા જતા નશાની લત અને પરસ્પર ઝઘડાઓ જોઈને ગ્રામજનોએ દારૂબંધી અને ગામને નશા મુક્ત બનાવવાની દિશામાં એક પગલું ભર્યું છે. બાલાઘાટના બગદરાના ગ્રામજનોએ હવે જાતે જ નશાની લત સામે અભિયાન શરૂ […]

Jammu and Kashmir ની ચૂંટણીમાં પીડીપી, નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ સાથે જોડાણના મૂડમાં

Srinagar,તા.૨૦ જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ તારિક હમીદ કર્રાએ કહ્યું છે કે નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)એ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કરવા માટે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વનો સંપર્ક કર્યો છે. તારિકે કહ્યું કે ’મારી જાણકારી મુજબ નેશનલ કોન્ફરન્સે ગઠબંધન માટે પહેલ કરીને કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વનો સંપર્ક કર્યો છે.’ ગત સપ્તાહે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ તરીકે તારિક હમીદ […]

સદભાવના દિવસ પર વિપક્ષ નેતા Rahul Gandhi એ તેમના પિતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

New Delhi,તા.૨૦ સદભાવના દિવસે રાહુલ ગાંધીએ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી. આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૭૯મી જન્મજયંતિ છે. રાજીવ ગાંધીની જન્મજ્યંતિની યાદમાં દેશમાં દર વર્ષે સદભાવના દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૧૯૯૨ માં, રાજીવ ગાંધીના મૃત્યુના એક વર્ષ પછી, કોંગ્રેસે રાજીવ ગાંધીની યાદમાં ૨૦ ઓગસ્ટની સદભાવના દિવસ (ગુડ વિલ ડે)ની ઉજવણી જાહેરાત કરી હતી. […]

Kolkata કેસને લઈને કોંગ્રેસ-ટીએમસી વચ્ચે ખેંચતાણ, રાહુલની પોસ્ટથી મમતા નારાજ

Kolkata,તા.૨૦ કોલકાતા રેપ કેસ બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે, એક તરફ આ કેસને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તો બીજી તરફ આ મામલામાં રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને વહીવટીતંત્ર પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.રાહુલ ગાંધીના પદ પછી હવે […]

PM Modi will visit Poland, જે ૪૫ વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત

New Delhi,તા.૨૦ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧-૨૨ ઓગસ્ટે પોલેન્ડ જશે. ૪૫ વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત હશે. આ પછી તે યુદ્ધગ્રસ્ત યુક્રેનની પણ મુલાકાત લેશે. ૧૯૯૨માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેનની મુલાકાતે છે. પીએમ મોદીનું પોલેન્ડના વોર્સોમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ […]

Surat ની હચમચાવતી ઘટનાઃ દારૂના અડ્ડા પર બુટલેગરે કરી વિદ્યાર્થીની કરપીણ હત્યા

Surat,તા.૨૦ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ની વાતો કરવામાં આવે છે. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા રૂક્ષ્મણી નગર નજીક સુમન શાળા પાસે રાજેશ નામના બુટલેગરનો દેશી દારૂનો અડ્ડો વર્ષોથી ધમધમે છે. આ અડ્ડા ઉપર આજે રોહિની નગર જ રહેતો ૧૯ વર્ષ રોહન સંતોષ પાટીલ નામનો યુવક પહોંચ્યો હતો અને ત્યાં નીલગીરી ફાટક પાસે આવેલા દત્તાત્રે નગર કે […]

Ahmedabad માં માત્ર ૧૫ દિવસમાં હેલ્મેટ વિના ડ્રાઇવ કરનારા ૨૮,૦૯૯ કેસ નોંધાયા

રુ. ૧,૩૧,૮૭,૧૦૦ નો દંડ વસુલાયો Ahmedabad,તા.૨૦ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલ અકસ્માતોને લઈ થોડા દિવસ પહેલા હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતુ કે અમદાવાદ શહેરમાં વાહન ચાલકો હેલ્મેટ પહેરતા જ નથી. વધુમાં હાઈકોર્ટે કહ્યું કે અત્યારે અમદાવાદની સ્થિતિ મુંબઈ જેવી થઈ ગઈ છે. રાત્રે ૩ વાગ્યા સુધી રસ્તાઓમાં મોટી સંખ્યામાં અવર […]

૨૧ ઓગસ્ટથી Gujarat Assembly નું ચોમાસું સત્ર શરૂ, ૫ મહત્વના બિલ રજૂ કરાશે

Gandhinagar,તા.૨૦ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ૨૧ ઓગસ્ટથી શરૂ થશે. ૨૧ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન ચાલનાર આ સત્રમાં હવે અનેક મહત્વના બિલ રજૂ કરાશે. હાલ મળતી માહિતી પ્રમાણે આ ૩ દિવસ ચાલનારા ચોમાસું સત્રમાં કાળાજાદૂ અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરાશે. આ સાથે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી માટેનું બિલ પણ રજૂ કરાશે. જોકે અન્ય […]

Surat નજીક ઉભરાટના દરિયાકિનારે ત્રણના ડૂબી જતાં મોત થયા

Surat,તા.૨૦ સુરત નજીક ઉભરાટના દરિયાકિનારે ત્રણના ડૂબી જતાં મોત થયા છે. તેમા બે યુવાનો પાણીના વહેણમાં ખેંચાઈ ગયા હતા તેમના મોત થયા છે. તેઓ દરિયાકિનારે ન્હાઈ રહ્યા હતા ત્યારે દરિયો તેમને તાણી ગયો હતો. તરવૈયાઓએ બંને યુવાનોના મૃતદેહ શોધી કાઢ્યા છે. આ સિવાય એક મહિલા અને એક બાળક પણ ઉભરાટના દરિયાકિનારે તણાઈ ગયા હતા. બંનેના […]