બુલડોઝર ન્યાય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે; કોંગ્રેસ નેતા Priyanka Gandhi

Indore,તા.૨૫ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ’બુલડોઝર ન્યાય’ને અસ્વીકાર્ય ગણાવ્યા બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે શનિવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી અને જે લોકો કાયદાનો ભંગ કરી રહ્યા છે તેમની સામે બંધારણ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના છતરપુરમાં પોલીસ સ્ટેશન પર […]

Modi’s ‘Mann Ki Baat: ચંદ્રયાન-૩,રાજકારણમાં યુવાનોથી લઈને દરેક ઘરમાં ત્રિરંગા ઝુંબેશ સુધી વાતો કરી

New Delhi,તા.૨૫ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે રવિવારે (૨૫ ઓગસ્ટ) સવારે ૧૧ વાગ્યે ’મન કી બાત’ કાર્યક્રમમાં લોકો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે સ્પેસ વર્લ્ડ સાથે જોડાયેલા યુવાનો સાથે વાત કરી. તેમણે નેશનલ સ્પેસ ડે અને ચંદ્રયાન-૩ વિશે પણ વાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ૨૧મી સદીના ભારતમાં ઘણું બધું […]

Ahmedabadના ISKCON Temple માં જન્માષ્ટમીની તડામાર તૈયારી શરૂ કરાઈ

Ahmedabad, તા.૨૫ અમદાવાદના ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે મંદિરના શણગાર માટે થાઈલેન્ડથી ૯૦૦ કિલો ફૂલો મંગાવવામાં આવ્યાં છે. જેમાં ભગવાનના વાઘા પણ વૃંદાવનથી મંગાવવામાં આવ્યાં છે. મંદિરના મુખ્ય પૂજારીએ જણાવ્યું હતું કે, ’શણગાર માટે સાત લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.’ ઈસ્કોન મંદિરના મુખ્ય પૂજારી ચિત્રકદાસજીએ જણાવ્યું હતું કે, ’છેલ્લા […]

Savarkundla માં ડમ્પિંગ સાઈટની દીવાલમાં ભ્રષ્ટાચાર

ગરવીશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને પાલિકાએ નોટિસ ફટકારી ચુકવેલા ૮૯.૪૪ લાખ પરત કરવા આદેશ કર્યો Savarkundla, તા.૨૫ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ડમ્પિંગ સાઈટની દીવાલમાં ભ્રષ્ટાચાર આચરી નબળી કામગીરી કરનારી એજન્સીને પાલિકાએ નોટિસ ફટકારી છે. ગરવીશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને પાલિકાએ નોટિસ ફટકારી ચુકવેલા ૮૯.૪૪ લાખ પરત કરવા આદેશ કર્યો છે. અમરેલીના સાવરકુંડલામાં ડમ્પિંગ સાઈટની દીવાલમાં ભ્રષ્ટાચાર આચરનાર એજન્સી ગરવીશ […]

ધોધમાર વરસાદે Rajkot નો લોકમેળો ધોઈ નાખ્યો

વરસાદના કારણે મેળાના મેદાનમાં ખાબોચિયા ભરાઈ ગયા છે મોટાભાગના વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું Rajkot, તા.૨૫ રાજકોટમાં આજે સવારથી શરૂ થયેલા અચાનક ધોધમાર વરસાદે શહેરના વાર્ષિક લોકમેળાને અસર કરી છે. આ અણધારી કુદરતી ઘટનાએ મેળાના આયોજકો અને વેપારીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. વરસાદના કારણે મેળાના મેદાનમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા […]

હવામાન વિભાગે કેટલાક ભાગોમાં અત્યંત Heavy Rain ની સંભાવનાઓ સાથે Red Alert

Ahmedabad, તા.૨૫ આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની કેવી સ્થિતિ રહેશે તે અંગે વાત કરીને હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, “આજે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાત રિજનના (સૌરાષ્ટ્ર કચ્છ સિવાય) તમામ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં અતિભારે […]

Government ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર

ટીપી પ્લાનિંગ કરતા પહેલા સ્થાનિક લોકોના સૂચનો લેવામા આવશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે Gandhinagar, તા.૨૫ શહેરી વિકાસ વિભાગ દ્વારા નગર રચનાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. નગર રચના સંદર્ભે નાગરિકોના સૂચન લેવામાં આવશે. પ્રારંભિક નગર રચનામાં પ્રક્રિયા ઝડપી બનાવવા ફેરફાર કરાયા છે. વિસ્તૃત વિગતો સાથે શહેરી વિકાસ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો […]

Vapi માં બારે મેઘ ખાંગા! ૩૬ કલાકમાં ૧૫ ઇંચથી વધુ વરસાદ

સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપક વરસાદ વરસ્યો છે, હાલ જ્યાં જુઓ ત્યાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી થઈ ગયું વાપી, તા.૨૫ પારડીઅને કપરાડા તાલુકામાં ૧૨-૧૨ ઇંચ વરસાદ નોંધાયો હતો, ધરમપુરમાં ૯ ઇંચ, વલસાડમાં ૮ ઇંચ વરસાદ પડ્યો છે. વાપીમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ૩૬ કલાકમાં ૧૫ ઇંચથી વધુ વરસાદ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો […]

Janmashtami એ મોડી રાત સુધી ખુલ્લુ રહેશે દ્વારકા મંદિર

દ્વારકામાં ભગવાન કૃષ્ણના ૫૨૫૧મા જન્મોત્સવની તડમાર તૈયારીઓ : સવારે ૬ વાગ્યે મંગળા આરતી Dwarka, તા.૨૫ દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ૨૬ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના અતિપ્રસિદ્ધ એવા કૃષ્ણ મંદિરો દ્વારકા, શામળાજી અને ડાકોરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી […]

લાખોની સંખ્યામાં પગપાળા ચાલી શ્રદ્ધાળુઓ Ambaji પહોંચે તેવી આશા

કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે Ambaji, તા.૨૫ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે. આ ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં પગપાળા ચાલી શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે તેવી આશા છે. માત્ર ભારતભરના નહિ, પરંતું વિશ્વભરનો સૌથી મોટો […]