અનરાધાર વરસાદથી Bhuj માં સેંકડો મજૂરો ફસાયા, 67નું NDRF દ્વારા રેસ્ક્યૂ

Bhuj,તા.30  કચ્છમાં વરસતા ભારે વરસાદથી માંડવી તાલુકાના મોટા કાંડાગરા પાસેના નીચાણવાળા વાડી વિસ્તારમાં પાણી ભરાઇ જતાં અહીં બનેલી લેબર કોલોનીમાં રહેતા મજૂરોના જીવ જોખમમાં મુકાયા હતા. જોખમી પરિસ્થિતિ અંગે મજૂરો દ્વારા વહીવટીતંત્રને જાણ કરવામાં આવતા તત્કાલ અસરથી તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર પહોંચીને એનડીઆરએફની મદદથી રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અંગે માંડવી તાલુકા વિકાસ […]

Asia ના અબજપતિઓની રાજધાની બન્યું મુંબઈ, ચીનને પછાડ્યું

હુરૂન ઇન્ડિયા રીચ લિસ્ટમાં કુલ 334 અબજોપતિ પહેલીવાર અબજોપતિ ભારતીયોની સંખ્યા વધીને 300નો આંક વટાવી ગઇ ભારતીય અબજોપતિઓની કુલ સંપત્તિ 159 લાખ કરોડ રૂપિયા છે જે સાઉદી અરેબિયા અને સ્વિત્ઝરલેન્ડની સહિયારી જીડીપીથી વધારે New Delhi,તા.30 ઇતિહાસમાં પહેલીવાર અબજોપતિ ભારતીયોની સંખ્યા ૩૦૦નો આંકડો વટાવી ગઇ છે. હુરૂન ઇન્ડિયા રીચ લિસ્ટ ૨૦૨૪ અનુસાર ભારતમાં હવે ૩૩૪ અબજોપતિઓ […]

Dwarka માં ફરી 7 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના 25 તાલુકા જળબંબાકાર, નદીઓમાં પૂર તો ડેમ ઓવરફ્લો

Dwarka,તા.30  સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનાં પર્વે શરૂ થયેલી મેઘમહેર પાંચ દિવસ અનરાધાર વરસતા જળ પ્રલયની સ્થિતિ નિર્માણ પામી હતી. જો કે આજે સવારથી એકંદરે મેઘ વિરામ રહેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે, પણ હજુ હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન બુધવાર રાત્રિથી ગુરુવારની સાંજ સુધીમાં સૌરાષ્ટ્રનાં 25 જેટલા તાલુકામાં અડધાથી સાત ઇંચ વરસાદ […]

Vadodara નું ભયાનક પૂર ‘કુદરત’ નહીં પણ ‘કોર્પોરેશન’ ની બેદરકારીનું પરિણામ, વિપક્ષના નેતાએ રોષ ઠાલવ્યો

Vadodara,તા.30 વડોદરાનું વિનાશક પૂર એ કુદરત સર્જિત નહીં, પણ વડોદરા કોર્પોરેશનમાં 30 વર્ષથી બેઠેલા શાસકોના ભ્રષ્ટાચાર, ગેરવહીવટી, ગેરકાયદે બાંધકામો જવાબદાર છે અને કોર્પોરેશન તથા સરકાર સર્જિત આ પૂર છે, તેવા આક્ષેપ ગુજરાત વિધાનસભાના વિરોધી પક્ષના નેતા અને આંકલાવના ધારાસભ્યે કર્યો છે. વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત આવે તારાજીની વિગતો મેળવ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું […]

Gujarat ના આ જિલ્લાના 6 ગામડામાં હજુ કેડસમા પાણી, 100 લોકોનું સ્થળાંતર, રોડ ખોદી નાખ્યા

100 લોકોનું હાઈસ્કૂલમાં સ્થળાંતર કરાયું નડિયાદના ત્રણ ગામોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને રસ્તો તોડવાની ફરજ પડી Nadiad,તા.30 ખેડાના માતર અને વસો તાલુકાના ૬ ગામોમાં વરસાદી પાણી હજુ ભરાયેલા છે. ત્યારે અહીંથી ૧૦૦ લોકોનું હાઈસ્કૂલમાં સ્થળાંતર કરવાની નોબત આવી છે. બીજી તરફ નડિયાદ તાલુકામાં ૩ સીમ વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને રોડ ખોદી પાણી નિકાલની ફરજ […]

Flood Tourism કરનારા નેતાઓએ ઉલટાનું મુશ્કેલી વધારી, એકને બોટ વડે બહાર કઢાયા તો બીજા સેલ્ફીને કારણે વિવાદમાં

vadodara,તા.30 પૂરની કામગીરી દરમિયાન કામગીરીમાં જવાનોની સાથે જતા નેતાઓ ક્યારેક કામગીરી વધારતા હોય છે.જેના બે કિસ્સા ચર્ચામાં રહ્યા છે. કારેલીબાગ બુધ્ધદેવ કોલોની વિસ્તારમાં પૂરને કારણે ફાયર બ્રિગેડ દ્વારા લોકોને ફૂડ પેકેટ્સ અને પાણીનું વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી.જે દરમિયાન ફાયર બ્રિગેડની સાથે તેમના વાહનમાં ગયેલા રાવપુરાના ધારાસભ્ય  બાલકૃષ્ણ શુક્લ અને અન્ય લોકોનું વાહન […]

Vadodara : બેઝમેન્ટમાં પાણી ઉલેચવા ગયા અને કરંટ લાગતા મેનેજર અને સિક્યોરિટી ગાર્ડનું મોત

Vadodara,તા.30   વડોદરા શહેર નજીકના વેમાલી ગામે આવેલા આતિથ્ય પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં ભરાયેલા પાણી ઉલેચવા માટે નીચે ઉતરેલા મેનેજર અને સિક્યુરિટી જવાનના મોત  નિપજ્યા  છે. પ્રાથમિક દ્રષ્ટિએ બંનેના મોત કરંટ લાગવાથી થયા હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. મંજુસર પોલીસે બંનેના મૃતદેહનું પીએમ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. શહેર નજીકના વેમાલી ગામે આવેલા અતિથ્ય પાર્ટી […]

કોંગ્રેસે Rahul Gandhi સહિતના નેતાઓને લોકસભા ચૂંટણી માટે કેટલું ફંડ આપ્યું, વિગતો કરી જાહેર

New Delhi,તા.30 તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી-2024માં કોંગ્રેસે ચૂંટણી લડવા માટે લોકસભા ઉમેદવારને કેટલું ફંડ આપ્યું તે અંગેની વિગત ચૂંટણી પંચને આપી  છે. પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં 99 બેઠકો જીતી હતી જેમાંથી રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બે બેઠકો જીતી હતી. આ બે બેઠકથી ચૂંટણી લડવા માટે રાહુલ ગાંધીને 70-70 લાખ રૂપિયા આપ્યા છે. કિશોરી લાલ શર્માને […]

‘I Killed My Mom, Sorry..’ રાજકોટમાં પુત્રે માતાની હત્યા કર્યા બાદ સ્ટેટસ મૂકતાં ચકચાર મચી

Rajkot,તા.30  રાજકોટમાં માનસિક રીતે અસ્વસ્થ માતાની ખુદ પુત્રએ જ બ્લેન્કટથી ગળે ટુંપો દઈ હત્યા નિપજાવ્યા બાદ સોશીયલ મીડિયા પર ‘આઈ કિલ્ડ માય મોમ, મિસ ટુ મોમ’ તેવું સ્ટેટસ મૂકતાં ચકચાર મચી ગઇ હતી. ગાંધીગ્રામ-2 પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી તપાસ જારી રાખી છે. માતા અવાર-નવાર ધમાલ મચાવી, અપશબ્દો બોલી ઝઘડા કરતાં હોવાથી કંટાળીને તેની હત્યા […]

July-August માં મોનસૂને ધડબડાટી બોલાવ્યાં બાદ સપ્ટેમ્બર કેવો રહેશે? IMDએ આપી ખુશખબર!

New Delhi,તા.30 છેલ્લા બે મહિનાથી દેશમાં ચોમાસું ચાલી રહ્યું છે. જેના પગલે જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ થયો છે. છેલ્લા 30 વર્ષમાં આ બે મહિના માં આટલો વરસાદ પડ્યો હોય એવું આ બીજું વર્ષ છે. સારો વરસાદ ખેડૂતો માટે ખરીફ પાક માટે વરદાન સમાન હોય છે. જુલાઈ અને ઓગસ્ટમાં સમગ્ર દેશમાં 585 મીમી વરસાદ નોંધાયો […]