Vadodara ની વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટીમાં સતત ઘટાડો, 11 ફૂટ લેવલ ઘટ્યું

Vadodara,તા.30  વડોદરામાં વિનાશ વેરનાર વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ગુરૂવારની વહેલી સવારથી ઘટવા શરૂ થયા છે, અત્યાર સુધીમાં આશરે 11 ફૂટ પાણી ઘટી જતા મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. વિશ્વામિત્રીની સપાટી ગઈકાલ સવાર સુધી 35.25 ફૂટ હતી. જે આજે સવારે 11:00 વાગે ઘટીને 24.20 ફૂટે પહોંચી હતી. આમ, વરસાદ થંભી જતા અને […]

સરસ્વતી જ્યારે બુદ્ધિ વહેંચી રહ્યા હતા, ત્યારે આ સવાલ ઉઠાવનારા લોકો રસ્તા પર ઉભા હતા:PM Modi

Mumbai,તા.30 મુંબઈમાં આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું છે કે, એક સમય હતો, જ્યારે ફિનટેકની ક્રાંતિ પર સવાલ ઉઠાવવામાં આવતો હતો. પરંતુ આજે એરપોર્ટથી માંડી સ્ટ્રીટ ફૂડ સુધી ફિનટેકની વિવિધતાને જોતાં વિદેશીઓ પણ આશ્ચર્યચકિત બન્યા છે. સરસ્વતી જ્યારે બુદ્ધિ વહેંચી રહ્યા હતા, ત્યારે આ સવાલ ઉઠાવનારા લોકો રસ્તા પર ઉભા […]

Asna Cyclone : હવામાન વિભાગે કહ્યું 78 વર્ષ બાદ ગુજરાતમાં આવા હાલ, ક્યાં સૌથી વધુ ખતરો

Gujarat,તા.30  ગુજરાત પર મેઘ તાંડવના કારણે જાણી માઠી બેઠી હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. એક તરફ જ્યાં ડીપ ડિપ્રેશનના કારણે સતત અવિરત વરસાદના કારણે અનેક જિલ્લામાં પૂર આવ્યું છે ત્યાં હવે અસના નામનું વાવાઝોડું ગુજરાતનાં દરિયાકાંઠે ત્રાટકી શકે છે. કેન્દ્રીય હવામાન ખાતા દ્વારા લોકોને ઍલર્ટ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. અસના વાવાઝોડાનો ખતરો  છેલ્લા ચાર […]

Mamata Banerjee એ મહિલા ડૉક્ટરની હત્યાના કેસમાં PM મોદીને ફરીથી પત્ર લખ્યો

Kolkata,તા.30 કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મની ઘટના બાદ માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ PM મોદીને ફરી એક વખત ચિઠ્ઠી લખી હતી. અગાઉ પણ તેમણે આ મામલે વડાપ્રધાનને ચિઠ્ઠી લખી હતી અને હવે ફરીથી તેમણે પત્ર લખીને કહ્યું છે કે, ‘દુષ્કર્મની ઘટનાઓ પર કડક […]

રૃ. ૧૭૫ કરોડની Bank fraud બેંક મેનેજર સહિત ચારની ધરપકડ

Hyderabad,તા.30 હૈદરાબાદમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ની એક બ્રાન્ચના મેનેજર અને તેમના સહયોગીની ૧૭૫ કરોડ રૃપિયાના બેંક છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. શમશીર ગંજ વિસ્તારની એસબીઆઇ બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર મદુ બાબુ ગલી અને એક જિમ ટ્રેનર ઉપાધ્યાય સંદીપ શર્માની આ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ પછી સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા […]

Sensex and Nifty આજે ફરી નવી સર્વોચ્ચ ટોચે, રિયાલ્ટી શેર્સમાં ખરીદી વધી

Mumbai,તા.30 શેરબજારમાં ધીમા ધોરણે તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે. આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટી નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. રિયલ એસ્ટેટ સેક્ટરની કંપનીઓના શેર્સમાં ખરીદી વધતાં રિયાલ્ટી ઈન્ડેક્સ આજે 1 ટકાથી વધુ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટ બ્રેડ્થ પણ પોઝિટીવ જોવા મળી છે. સેન્સેક્સ આજે ફરી નવી 82637.03ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે. જ્યારે […]

વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા High Prices Shares વેચી પ્રાઈમરી બજારમાં કરાઈ રહેલું રોકાણ

Mumbai,તા.30 ભારતીય શેરબજારોમાં ઊંચા મૂલ્યાંકનોનો લાભ લઈ વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઊંચા ભાવના શેર વેચી પ્રાઈમરી બજારમાં રોકાણ કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે. પ્રાઈમરી માર્કેટમાં રોકાણ પર ઊંચુ વળતર મળી રહે છે. વર્તમાન વર્ષમાં  પ્રાઈમરી માર્કેટ મારફત વિદેશી રોકાણકારોની શેર ખરીદી ત્રણ વર્ષની ઊંચી સપાટીએ રહી છે. ભારતની બજારોમાં અસંખ્ય શેરો તેની ઓલ ટાઈમ હાઈ […]

ઋણ બજારમાં FPIનો ઈન્ફલો વર્તમાન વર્ષમાં રૂપિયા એક લાખ કરોડથી વધુ

Mumbai,તા.30  ભારતના ઋણ બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈસ)નું ઈન્વેસ્ટમેન્ટસ ૨૦૨૪માં અત્યારસુધીમાં  રૂપિયા એક લાખ કરોડના આંકને વટાવી ગયું છે. વર્તમાન મહિનામાં અત્યારસુધી રૂપિયા ૧૧૩૬૬ કરોડ ઠાલવ્યા છે. ૨૦૨૩ના વર્ષમાં વિદેશી રોકાણકારોએ ઋણ સાધનોમાં રૂપિયા ૭૧૮૬૦.૧૮ કરોડ ઠાલવ્યા હતા. જેપી મોર્ગનના બોન્ડ ઈન્ડેકસમાં ભારત સરકારના બોન્ડસનો સમાવેશ થવા સાથે વિદેશી રોકાણકારોનો ભારતીય બોન્ડસમાં રસ વધ્યો હોવાનું […]

11 કંપનીઓએ રૂ. 5388 કરોડના share buyback કર્યા,14 મહિનામાં સૌથી વધુ

Mumbai,તા.30 ઓગસ્ટ ૨૦૨૪માં શેરબજારમાં શેર બાયબેકની લહેર આવી છે. આ મહિને અત્યાર સુધીમાં ૧૧ કંપનીઓએ રૂ. ૫૩૮૮ કરોડના શેર બાયબેક કર્યા છે. પ્રાઇમ ડેટાબેઝના ડેટા અનુસાર રૂપિયાના સંદર્ભમાં પરત ખરીદાયેલા શેરનું વોલ્યુમ ૧૪ મહિનામાં સૌથી વધુ છે. બાયબેક હેઠળ કંપનીઓ નિશ્ચિત કિંમતે રોકાણકારો પાસેથી તેમની પાસે રહેલા શેર પાછા ખરીદે છે. સામાન્ય રીતે આ ભાવ […]

Q1 FY25માં રશિયામાંથી તેલની આયાતમાં 25 ટકાનો થયેલો વધારો

Mumbai,તા.30 વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન) રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત વધીને ૧૪.૭ બિલિયન ડોલર થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧૧.૮૩ બિલિયન ડોલર કરતાં ૨૫ ટકા વધુ છે. જો કે, વાણિજ્ય વિભાગના સત્તાવાર ડેટા અનુસાર, ભારતે જૂનમાં ૪.૬ બિલિયન ડોલરનું રશિયન ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું, જે મે મહિનામાં ૫.૮ બિલિયન ડોલર કરતાં […]