Sydney,તા.10
આવતાં મહિને ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે. ટેસ્ટ પહેલાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સની ફિટનેસને લઈને આશંકાઓ ઉભી થઈ છે. પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ તેની ઉપલબ્ધતાની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો.
કમિન્સને પગની ઘૂંટીમાં સોજો છે અને તે આખી સિઝન દરમિયાન સમસ્યાનો સામનો કરી રહ્યો હતો પરંતુ તેણે ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીમાં ટીમને 3-1 થી જીત અપાવી હતી.
કમિન્સ 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી રમશે કે કેમ તે અંગે બેઇલીએ ટિપ્પણી કરી ન હતી. તેણે કહ્યું કે અત્યારે હું કંઈ કહી શકતો નથી. અમારે રાહ જોવી પડશે અને સ્કેનનો રિપોર્ટ આવ્યાં બાદ જ ખબર પડશે.