નજીવી બાબતે થયેલી બોલાચાલી નો ખાર રાખી શ્રમિકને ગળે ટૂપો આપી મોતને ઘાટ ઉતારી લાશને ચેકડેમમા ફેંકી દીધી હતી
બે માસ પૂર્વેના બનાવને નજરે જોનારે પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા: ત્રણ શખ્સ સામે નોંધાતો હત્યાનો ગુનો
Upleta,તા.28
ઉપલેટા તાલુકાના અરણી ગામની સીમમાં જામવાડી નદીના કાંઠે ચેકડેમમાંથી બે માસ પૂર્વે પરપ્રાંતિય શ્રમિકની મળેલી લાશનો ભાયાવદર પોલીસે ભેદ ઉકેલી સાથે ત્રણ શ્રમિકો ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી ચેક ડેમમાં લાશને ફેકી દીધાનું નજરે જોનાર શખ્સે પોલીસે સમક્ષ વટાણા વેરી દીધા હતા. ત્રણ શખ્સો સાથે નજીક બાબતે થયેલા જગડા નો આપી મોતને ઘાટું તારીખને ચેકડેમમાં ફેંકી દીધાંનું ખુલતા પોલીસે ત્રણેય શકશો સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા પોલીસે દોડધામ આદરી છે. વધુ વિગત મુજબ વધુ વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ રાજકોટ તાલુકાના ગૌરીદડ ગામે રહી મજૂરી કામ કરતા મુન્નાભાઈ ઉર્ફે મોહનભાઈ નરસિંહભાઈ બામણીયા નામના શ્રમિકના પુત્ર દીતીયો નામના યુવકને મૂળ એમપી ના અને ઉપલેટા તાલુકાના અરણી ગામે મજૂરી કામ કરતા ધારજી ફતિયા બામણીયા ,વિક્રમ મેથુ વાખલા અને વિજય સંગોડીયા નામના ત્રણેય શખ્સોએ ગળે ટૂંકો આપી મોતને ઘાટ ઉતારી લાશને ચેકડેમના પાણીમાં નાખી કુદરતી મોતમાં ખપાવાનો પ્રયાસ કર્યા અંગેની ભાયાવદર પોલીસમાં તકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મૂળ એમ.પી.ના અલીરાજપુર જિલ્લાના વતની અને ભાયાવદર પાસેના પડવલા ગામની સીમમાં વાડીએ ખેતમજૂરી કામ કરનાર યુવાનની બે માસ પુર્વે અહીં જામવાડી નદીના ચેકડેમમાંથી લાશ મળી આવી હતી.આ યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો છે.બનાવ નજરે જોનારે પોલીસ પાસે આવી હકિકત જણાવી હતી.મૂળ એમ.પી ના જ વતની ત્રણ શખસો સાથે યુવાનને કોઇ બાબતે ઝઘડો થતા તેને ગળાટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશ અહીં નદીમાં ફેંકી દીધી હતી.પ્રૌઢેની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને સંતાનમાં ચાર પુત્ર અને ચાર પુત્રી છે.જેમાં દીતીયો વચેટ હતો.તે ભાયાવદર પાસે આવેલા પડવલા ગામની સીમમાં વાડીએ ખેતમજુરીનું કામ કરતો હતો.ગત તા.૨૯/૧૨/૨૦૨૪ ના રોજ દીતીયાની ભાયાવદર પાસે જામવાડી નદીના ચેકડેમના પાણીમાંથી લાશ મળી આવી હતી.જે અંગે પોલીસે જાણ કર્યા બાદ પરિવાર અહીં પહોંચ્યો હતો અને મૃતદેહને ઓળખી કાઢયો હતો.જે તે સમયે ડુબી જવાથી યુવાનનું મોત થયું હોવાનું માલુમ પડયું હતું અને બાદમાં તેની અંતિમ વિધિ કરી નાખી હતી. રમેશભાઇ કાછડીયાની વાડીએ રહેતા અને મજુરીકામ કરનાર ભરતભાઇએ બનાવ નજરે જોયો હોય જેણે તેના પરિચિત મહેશભાઇ કટારાને આ વાત કરતા તેણે હિંમત આપતા પોલીસ સ્ટેશન આવી હત્યાના આ બનાવ વિશે હકિકત જણાવી હતી. આરોપી ધારજી ફતીયા બામનીયા, વિક્રમ વાખલા અને વિજય સીંગાડીયા દીતીયા સાથે હતાં.ત્યારે દીતીયાને તેને સાથે કોઇ બાબતે ઝઘડો થતો આ શખસોએ યુવાનને ગળાટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશ ચેકડેમમાં નાખી દીધી હતી.આ હકિકત સામે આવ્યા બાદ પોલીસે યુવાનના પિતાની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.યુવાનની હત્યા પાછળનું કારણ શું સહિતની બાબતો અંગે ભાયાવદર પોલીસ મથકના પીઆઇ વી.એમ.ડોડીયા તપાસ ચલાવી રહ્યા છે.