Morbi,તા,12
સરકારી ખરાબામાં મકાન ખડકી દેવાયું હતું, નોટીસ આપ્યા બાદ બુલડોઝર એક્શન
માળિયા તાલુકાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર ગત તા. ૦૪ માર્ચના રાત્રીના સમયે હુમલો થયો હતો મહિલાઓ સહિતના પરિવારજનોએ પોલીસ ટીમ પર હુમલો કરતા ૬ પોલીસ જવાનોને ઈજા પહોંચી હતી જે હુમલા પ્રકરણમાં આજે પોલીસે એક્શન લેતા બુટલેગરના ભાઈના મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું
ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર હુમલા મામલે પોલીસે મહિલાઓ સહીત ૧૦ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી નવ આરોપીને ઝડપી લીધા હતા કુખ્યાત બુટલેગર ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર અને તેના પરિવારના સભ્યોની ધરપકડ કરી હતી બુટલેગરના ભાઈ રફીક હાજીએ સરકારી જામીન પર કબજો કરી મકાન બનાવી નાખ્યું હતું જે મામલે તંત્ર દ્વારા અગાઉ નોટીસ પાઠવવામાં આવી હતી અને આજે રેવન્યુ વિભાગ તેમજ પોલીસ વિભાગ ડીમોલીશન કરવા પહોંચ્યું હતું પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરકારી ખરાબામાં ખડકી દીધેલ મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને દબાણ દુર કરાયું હતું
સરકારી જમીનમાં મકાન બનાવ્યું હતું, નોટીસ આપી તોડી પાડ્યું : DYSP
માળિયા તાલુકાના ખીરઈ ગામે પોલીસ ટીમ દારૂની રેડ કરવા ગઈ હતી ત્યારે બુટલેગરને ઝડપી લેતા ધરપકડથી બચવા બુટલેગર અને પરિવારના સભ્યોએ હુમલો કર્યો હતો બાદમાં પોલીસે કોમ્બિંગ દરમિયાન દારૂ સહિતનો મુદામાલ અને હથિયારો જપ્ત કર્યા હતા અને આ મકાન સરકારી જમીન પર બનેલું હોવાની માહિતી મળી હતી જેથી નોટીસ આપી આજે ડીમોલીશન કરવામાં આવ્યું છે
૮૦૦ થી ૯૦૦ ચોરસ મીટર જગ્યા પર દબાણ હતું : મામલતદાર
માળિયા મામલતદાર એચ સી પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે સર્વે નં ૧૯૨ ની સરકારી ખરાબાની જમીનમાં રફીક હાજીએ ૮૦૦ થી ૯૦૦ ચોરસ મીટર જગ્યા પર દબાણ કરી મકાન બનાવ્યું હતું જે અંગે અગાઉ નોટીસ આપી હતી અને આજે પોલીસ બંદોબસ્ત સાથે મકાન તોડી પાડવામાં આવ્યું હતું