Mumbai તા,23
હાલમા સમાચારોમાં આવી રહ્યું હતું કે, પ્રખ્યાત પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનની દુબઈ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. અને ખાનની પોલીસ સ્ટેશનમાંથી કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ રાહત ફતેહ અલી ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ખુલાસો આપતા કહી રહ્યા છે કે, આવુ કંઈજ બન્યું નથી. તેમણે વધુ વાત કરતાં કહ્યું કે, મારા દુશ્મનો જે વિચારી રહ્યા છે, એવું કશું જ નથી.
રાહતે વીડિયો દ્વારા કર્યો ખુલાસો
દુબઈ એરપોર્ટ પરથી પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનની ધરપકડ થઈ હોવાના સમાચાર ફેલાતા ચાહકો ચિંતામાં મૂકાઈ ગયા હતા. જોકે હવે રાહત ફતેહ અલી ખાને પોતે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે, કે ‘હું દુબઈમાં મારુ ગીત રેકૉર્ડ કરવા માટે આવ્યો છું. બધુ ઠીક છે. કોઈએ અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી. મારા દુશ્મનો જે વિચારી રહ્યા છે એવું કશું જ નથી, હું જલ્દી જ મારા વતન પરત ફરીશ અને નવા ગીત સાથે તમને સરપ્રાઇઝ આપીશ.તમને જણાવી દઈએ કે, રાહત ફતેહ અલી ખાન એક મશહુર સિંગર છે. અને તેમના વિશ્વભરમાં ગજબના ફેન્સ છે. બોલીવૂડમાં તેમના નામે એવા કેટલાય ગીતો છે, જે આજે પણ લોકોમાં ખૂબ પ્રખ્યાત છે.