Malaika Arora ના પિતાનું પોસ્ટમોર્ટમ થયું, પ્રાથમિક રિપોર્ટમાં મૃત્યુનું કારણ સામે આવ્યું

Share:

Mumbai,તા,12

બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ ગઈ કાલે (11મી સપ્ટેમ્બર) ઘરની છત પરથી કૂદીને આપઘાત કરી લેતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો હતો. આ અહેવાલથી સલમાન ખાનના પરિવારમાં પણ દોડધામ મચી ગઇ હતી. ત્યારે હવે આ મામલે તાજેતરના અહેવાલ મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવી ગયો છે. જેમાં તેમના મૃત્યુનું કારણ જણાવાયું છે.

જાણો મૃત્યુનું શું છે કારણ? 

બોલિવૂડ અભિનેત્રીના પિતાના શબનું પોસ્ટમોર્ટમ થઇ ગયું છે. પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેમને મલ્ટીપલ ઈન્જરી (અનેક ઈજાઓ) થઇ હતી. જો કે તેમના વિસરાના સેમ્પલ લેબમાં મોકલાયા છે જેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરાના પિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ બુધવારે રાતે 8 વાગ્યે કરાયું હતું. આજે તેમના અંતિમ સંસ્કાર કરાશે.

અંતિમ સંસ્કાર ક્યારે થશે?

અહેવાલો અનુસાર, આજે (12 સપ્ટેમ્બર) મલાઈકાના પિતા અનિલ અરોરાના અંતિમ સંસ્કાર 11 વાગ્યે સાંતાક્રુઝમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અનિલના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અનિલે આત્મહત્યા કરી હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ કંઈપણ ઠોસ કારણ મળ્યું નથી.

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનો જન્મ પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર પંજાબ સરહદે આવેલા ફાઝિલ્કા જિલ્લાનો વતની છે. તેમણે ભારતીય મર્ચન્ટ નેવીમાં નોકરી કરી હતી. તેમણે મલયાલમ ખ્રિસ્તી પરિવારની યુવતી જોયસ પોલીકોર્પ સાથે લગ્ન કર્યા  હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *