ભારતમાં પહેલી વાર iPhone ના પ્રો મોડલ્સ બનાવશે એપલ, તમિલનાડુની ફેક્ટરીમાં ટ્રેઇનિંગ

Share:

Tamil Nadu,તા.20

એપલ પહેલી વાર ભારતમાં તેના આઇફોનના પ્રો મોડલ્સ બનાવશે. અત્યાર સુધી એપલ આઇફોનના દરેક વર્ઝનના પ્રો મોડલ્સ ચીનમાં અસેમ્બલ કરતું હતું. જોકે હવે ભારતમાં પણ એ મોડલ બનાવવાની શરૂઆત કરવામાં આવશે. એપલ જેવી ઘણી કંપનીઓ ભારતમાં આવીને હવે પ્રોડક્શન કરી રહી છે. આ પ્રોડક્શન શરૂ કર્યા બાદ હવે એને એક્સપાન્ડ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આઇફોન 16 થોડા દિવસોમાં લોન્ચ કરવામાં આવશે.

ફોક્સકોન બનાવશે આઇફોન

આઇફોનને અસેમ્બલ કરવા માટે ફોક્સકોન કંપની ખૂબ જ જાણીતી છે. ફોક્સકોને તેનો એક પ્લાન્ટ તમિલનાડુમાં નાખ્યો છે. આઇફોન 16 લોન્ચ થયાના થોડા જ દિવસોમાં અહીં પ્રોડક્શન જોરશોરમાં શરૂ કરવામાં આવશે. આ માટે તમિલનાડુની ફેક્ટરીમાં ટ્રેઇનિંગ આપવાની પણ શરૂ કરી દેવામાં આવી છે. પ્રો અને પ્રો મેક્સ મોડલ બનાવવાની વાત હોય ત્યારે સૌથી પહેલો ઓર્ડર ફોક્સકોનને જ આપવામાં આવે છે કારણ કે તેઓ ડિમાન્ડને પહોંચી વળવા માટે સક્ષમ છે.

ચીનને મળશે ટક્કર

ફોક્સકોન તેના પ્રોડ્કશન માટે ચીનની યુનિટર પર નિર્ભર હતું. ત્યાં ખૂબ જ મોટો પ્લાન્ટ છે અને એને એપલ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે ફોક્સકોન હવે ફક્ત તેના ચીનના પ્લાનટ પર ફોકસ કરવા નથી માગતું. તેણે હવે નવા પ્લાન્ટને પણ મહત્ત્વ આપવાનું શરૂ કરી દીધુ છે. તેમ જ એપલનું પણ પ્રેશર હોવાથી ઇન્ડિયાના પ્લાન્ટને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. અમેરિકા અને ચીનના સંબંધ પહેલેથી સારા નથી અને એથી જ હવે કંપનીઓ પણ ચીન પરથી ફોકસ હટાવીને ઇન્ડિયા પર ધ્યાન આપી રહી છે.

ભારતમાં પહેલી વાર આઇફોનના પ્રો મોડલ્સ બનાવશે એપલ, તમિલનાડુની ફેક્ટરીમાં ટ્રેઇનિંગ શરૂ કરી 2 - image

ટાટા ગ્રુપ પણ શરૂ કરી શકે છે પ્રોડક્શન

ફોક્સકોન સિવાય ઇન્ડિયામાં એપલના અન્ય બે પાર્ટનર છે. પેગાટ્રોનનું ઇન્ડિયન યુનિટ અને ટાટા ગ્રુપ પણ હવે મોબાઇલને અસેમ્બલ કરી રહ્યું છે. ટાટા ગ્રુપ અત્યાર સુધી પ્રો મોડલ્ને અસેમ્બલ નહોતું કરતું, પરંતુ ભારતમાં હવે એનું પ્રોક્શન પહેલી વાર શરૂ થઈ રહ્યું હોવાથી ટાટ ગ્રુપ પણ એ બનાવી શકે છે.

અમેરિકા અને ભારતમાં એક સાથે મળશે આઇફોન

આઇફોન 16 લોન્ચ થયાના થોડા જ દિવસમાં દુનિયાભરમાં એની ડિલીવરી શરૂ કરવામાં આવે છે. એપલ સ્ટેપ-બાય-સ્ટેપ એની ડિલીવરી શરૂ કરે છે. જોકે આ વર્ષે આઇફોન 16 અમેરિકા અને ભારતમાં એક જ દિવસે ઉપલબ્ધ કરવામાં આવે એવા ચાન્સ ખૂબ જ વધુ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *