યુરોપિયન યુનિયન દ્વારા ટ્રાન્સપરન્સી અને કોન્સ્યુમર પ્રોટેક્શનના નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે. આ અનુસાર Application Download કરનારને દરેક માહિતી હોવી જોઈએ કે Application કોણે બનાવી છે, કોના માટે બનાવાઈ છે, કેવી રીતે બનાવી છે અને કોના દ્વારા બનાવી છે વગેરે વગેરે. આ કાયદાનું સખત પણે પાલન કરવા માટે Apple દ્વારા તમામ Applicationને app store પર બેન કરવામાં આવી છે જેમાં માહિતી પૂરતી ન હોય. Application Developers દ્વારા જ્યાં સુધી માહિતી આપવામાં ન આવે ત્યાં સુધી એ માહિતી Apple દ્વારા યૂઝર્સને નહીં આપી શકાય. આ માટે Apple દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
Developers માટે હવે એ ફરજિયાત થઈ ગયું છે કે, તેઓ તેમની Application ને App Store પર રિલીઝ કરવા માટે તમામ માહિતી આપે. તેમની પાસે પૂરતી અને ચોક્કસ માહિતી હોવી જરૂરી છે. જો એ નહીં હોય તો હવે Application App Store પર નહીં જોવા મળે. આ કાયદાને કારણે યૂઝર્સને હવે વધુ સુરક્ષિત અને પારદર્શક App Store જોવા મળશે. તમામ માહિતી હોવાથી હવે App Store પર ફેક Application અને Scam કરનારી Application નહીંવત જોવા મળશે. તેમ જ Data Collect કરતી Application પણ ઓછી થશે કારણ કે હવે ડેવલપર્સની વેરિફાઇ માહિતી એપ સ્ટોર પર આપવી પડશે.
Apple દ્વારા તેના App Store પર સાફ-સફાઈ કરવામાં આવી છે. App Store પરથી લગભગ 135000 એપ્લિકેશનને બેન કરવામાં આવી છે. એમાંની મોટાભાગની એપ્લિકેશન યુરોપિયન યુનિયન માર્કેટમાંથી છે. આ એપ્લિકેશન એટલા માટે બેન કરવામાં આવી હતી કારણ કે એમાં જરૂરી ટ્રેડર ઇન્ફોર્મેશન નહોતી. એપ સ્ટોર પર ઘણી એપ્લિકેશન છે અને એપલની પ્રોડક્ટમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે એનો જ ઉપયોગ કરવો પડે છે. જોકે યુરોપિયન યુનિયનમાં થર્ડ-પાર્ટી એપ સ્ટોરની પરવાનગી હવે આપવામાં આવી છે.
એપ સ્ટોરના ઇતિહાસમાં સૌથી વધુ એપ્લિકેશન બેન
Appleના આટલાં વર્ષોના ઇતિહાસમાં પહેલી વાર App Store પરથી એક સાથે આટલી એપ્લિકેશન બેન કરવામાં આવી છે. Apple દ્વારા આજ સુધી આટલાં આકરા પગલાં ક્યારેય નહોતા લેવામાં આવ્યા. જોકે છેલ્લા થોડા વર્ષથી યુરોપિયન યુનિયન એપલની દરેક પોલીસીમાં ખૂબ જ દખલગિરી કરી રહ્યું છે. આ સાથે જ તેઓ નવા-નવા નિયમ લોન્ચ કરતાં રહે છે. આ નિયમ અનુસાર ડેવલપર્સ દ્વારા તમામ માહિતી એપલને આપવી જરૂરી છે. આથી જે પણ એપ્લિકેશનની માહિતી ઓછી હોય અથવા તો આપવામાં નહોતી આવી હોય અથવા તો યોગ્ય ન હોય એ દરેક પર એપલને કાતર ચલાવી છે.