Mumbai,તા.16
કયોકિ સાસ ભી કભી બહૂ થી સિરિયલ દ્વારા ઘરઘરમાં જાણીતાં બનેલા એકટ્રેસ સ્મૃતિ ઈરાની હવે રાજકારણી છે.તેઓ હાલની સૌથી પોપ્યુલર સિરિયલ અનુપમાં દ્વારા ટીવી પર વાપસી કરી રહ્યા હોવાની જે અટકળો લગાવવામાં આવતી હતી અને ઈસ્ટ્રાગ્રામ પર જે ન્યુઝ ફેલાવવામાં આવતા હતાં.
એના પર ખુદ સ્મૃતિ ઈરાનીએ ફુલસ્ટોપ લગાવીને કહ્યું છે કે આ ખોટા ન્યુઝ છે.આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 11 વર્ષ બાદ સ્મૃતિ ઈરાની ટીવી પર વાપસી કરશે.અને અનુપમામાં એકટ્રેસ રૂપાલી ગાંગુલી સામે સ્પેશ્યલ રોલમાં દેખાશે.