Anupama ફેમ નિધિ શાહે રુપાલી ગાંગુલીને ઇનસિક્યોર ગણાવી

Share:

આ શોમાં રૂપાલી ગાંગુલી એટલે કે અનુપમાની વહુનો રોલ કરી રહેલી કિંજલ એટલે કે નિધિ શાહનાં નિવેદનથી હવે નવો વિવાદ શરૂ થયો છે

Mumbai, તા.૩૦

હાલ ટીવી પર સૌથી વધુ જોવાતા શોમાં ‘અનુપમા’ એક છે. સાથે જ છેલ્લા કેટલાંક સમયથી આ શો વિવાદમાં પણ રહેવા લાગ્યો છે. ઘણા કલાકારો એક પછી એક આ શો છોડવા લાગ્યા છે, તેના માટે કેટલાંક જાણીતા કલાકારોનું વર્તન અને સેટ પરનો માહોલા જવાબદાર હોવાની ચર્ચા છે. આ શોમાં રૂપાલી ગાંગુલી એટલે કે અનુપમાની વહુનો રોલ કરી રહેલી કિંજલ એટલે કે નિધિ શાહનાં નિવેદનથી હવે નવો વિવાદ શરૂ થયો છે, જેમાં તેણે રૂપાલીને ઇનસિક્યોર ગણાવી છે. તાજેતરમાં જ અલી અસગર અને બખ્તિયાર ઇરાની દ્વારા ચાલતાં પોડકાસ્ટ શો ચડ્ડી બડ્ડી પર અનુપમા શોનાં સુદ્ધાંશું પાંડે, નિધિ શાહ અને પારસ કલનાવત હાજર રહ્યાં હતાં. આ બધાં જ કલાકારો શોનો ભાગ હતાં અને તેમણે થોડાં વખત પહેલાં જ એક પછી એક આ શો છોડી દિધો છે. સુદ્ધાંશુ અને નિધિએ શો છોડ્યો તેમજ પારસને શોમાંથી કાઢી નખાયો હતો.આ પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન અલી અને બખ્તિયારે આ કલાકારોને પૂછ્યું કે શું રૂપાલી સાથે કામ કરવું અઘરું છે એટલે એ લોકોએ શો છોડી દીધો છે. પહેલાં નિધિ આ અંગે ઇનકાર કરતી હતી, તેથી સુદ્ધાંશુ અને પારસ તેન પર હસી રહ્યા હતા. ત્યારે તેણે કહ્યું,“ના એવું નથી, એ સારી કલાકાર છે. હું કોઈ દંભી વાત નથી કરી રહી. હું જે સાચું છે એ કહું છું. દરેક સેટ પર એવા બે કે ત્રણ લોકો હોય જ જેની સાથે કામ કરવું અઘરું હોય. મારી સાથે એવું ઘણી વાર થયું છે કે મારા સીન કાપી નાખવામાં આવ્યા હોય. તમારા વિશે ઇશ્યુ પણ ઊભા કરવામાં આવે કે તમને આટલા સારા કપડાં કેમ આપવામાં આવે છે.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *