Gandhinagar,તા.06
હાલમાં ગુજરાતમાં બદલીઓની મૌસમ ચાલી રહી છે. ગત અઠવાડિયે જ IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં 18 IAS અધિકારીઓની જવાબદારી બદલવામાં આવી હતી. આ સિવાય આઠ IPS અધિકારીઓની પણ બદલી કરવામાં કરવામાં આવી હતી. ત્યારે હવે બીજા રાઉન્ડમાં 10 આઇએએસ (IAS) અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં કલેક્ટરોનો સમાવેશ થાય છે.
– બી. જે. પટેલને ગાંધીનગરના DDO તરીકે નિમણૂક કરવામાં આવી છે.
– કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
– એસ. ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
– એક. કે. મોદીને નર્મદાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
– એન. એન. દવેને વલસાડના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
– રતનકંવર ગઢવીચારણની બદલી સાબરકાંઠા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
– સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
– શ્વેતા તિઓટિયાને GUVNLના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
– એન. વી. ઉપાધ્યાયને કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
– લલિત નારાયણ સિંહ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનમાં પોસ્ટિંગ કરવામાં આવ્યું છે.