વધુ એક ટ્રેન દુર્ઘટના: West Bengal માં માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા

Share:

West Bengal,તા.24

પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ડિવિઝનના ન્યૂ મયનાગુરી સ્ટેશન પર મંગળવારે વહેલી સવારે ખાલી માલગાડી ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. હજુ આ દુર્ઘટનાનું  કારણ જાણી શકાયું નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ટ્રેનની અવરજવર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે

પૂર્વોત્તર સરહદ રેલવે ઝોનના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રેલવે સેવાઓ પ્રભાવિત થઈ હતી. વૈકલ્પિક માર્ગો દ્વારા કામગીરી ડાયવર્ટ કરવામાં આવી હતી. અલીપુરદ્વારના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) સહિત વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માતમાં અસરગ્રસ્ત ટ્રેક અને કોચને રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અહીં પાંચ ઓપરેશનલ લાઇન છે. ટ્રેનની અવરજવર ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે.રેલવે માર્ગ પર કોઈપણ વિક્ષેપને ઓછો કરવા માટે અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ મુકેશ કુમારે જણાવ્યું હતું કે, ‘માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી, આ ઘટના આજે સવારે 6.20 વાગ્યે બની હતી. કોઈ જાનહાનિ થઈ નથી. સમારકામની કામગીરી ચાલી રહી છે. આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટીમ તેની તપાસ કરી રહી છે.’

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *