Washington,તા.28
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક બાદ એક સરકારી વિભાગોમાં શરૂ કરેલી છટણી સામે હવે અદાલતી જંગ છેડાયો છે અને આરોગ્ય અને માનવ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓની વ્યાપક છટણી સામે અહીની એક ફેડરલ કોર્ટે સ્ટે આપીને ટ્રમ્પ આ પ્રકારે લે-ઓફ છટણીના કોઈ ઓથોરિટી જ નહી હોવાનું જણાવીને આદેશ સામે ‘સ્ટે’ આપી દીધો છે.
અમેરિકી ડિસ્ટી. જજ વિલીયમ અલ્પસે આ સાથે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ મેનેજમેન્ટના આદેશને સ્થગીત કરી દીધો છે. જેમાં સંરક્ષણ, નેશનલ માર્ક સર્વિસ, બ્યુરો ઓફ લેન્ડ મેનેજમેન્ટ અને નેશનલ સાયન્સ ફાઉન્ડેશનનો પણ સમાવેશ થાય છે. જેમાં પોતાની નોકરીમાં પ્રથમ કે બીજા વર્ષમાં હતા તેઓની નોકરી આ આદેશથી પુરી કરવામાં આવી હતી જે હાલ યથાવત રહેશે.
ટ્રમ્પે આ પ્રકારે નોકરી પુરી કરવાની પ્રક્રિયા અપનાવી હતી તે નિશ્ચિત થયુ છે અને તે રીતે હાલ હજારો માટે થોડી રાહત છે. અમેરિકાએ જે રીતે સરકારી ખર્ચ ઘટાડવા માટે એલન મસ્કના નેતૃત્વ હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફીસીયન્સી દ્વારા દરેક પ્રકારે ખર્ચમાં કાપ મુકવામાં આવી રહ્યો છે તેની સામે પણ વિરોધ વધ્યો છે.