Ahmedabad માં વધુ એક પોલીસકર્મીનું હાર્ટએટેકથી મોત

Share:

Ahmedabad,તા.07

 ગુજરાતમાં જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતોને કારણે હવે વૃદ્ધોની સાથે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યુ છે. ત્યારે અમદાવાદમાં વધુ પોલીસ અધિકારી (PI) નું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું છે. શહેરની DG ઓફિસમાં કાર્યરત પીઆઈ આર.એલ. ખરાડીનું હાર્ટ એટેકથી નિધન થયું છે.

મળતી માહિતી અનુસાર, પીઆઈ આર.એલ. ખરાડી હાલમાં ડીજી ઓફિસમાં કાર્યરત હતા, ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. પીઆઈના નિધનથી પોલીસ દળ અને પરિવારમાં શોક છવાઈ ગયો છે. નોંધનીય છે કે અગાઉ અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુન સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમને પરેડ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેના કારણે તે ઢળી પડ્યા હતા, ઘટનાસ્થળે પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *