Washington, તા.1
અમેરિકામાં વિમાન તથા હેલીકોપ્ટરની ટકકરમાં 67 લોકોના મોતની ઘટનામાં બે દિવસમાં જ નવી વિમાની દુર્ઘટના સર્જાઈ હતી. પેન્સિલવેનીયાનાં ફિલાડેલ્ફિયામાં એક નાનકડુ વિમાન ટેક ઓફ કર્યાની માત્ર 30 સેક્ધડમાં તૂટી પડયુ હતું. જોરદાર ધડાકા સાથે અગનગોળો બની ગયેલા વિમાનની આ દુર્ઘટનામાં 6 લોકોના મોત નીપજયા હતા.
ધડાકા સાથે તૂટી પડયા બાદ વિમાન રહેણાંક વિસ્તાર પર ખાબકયુ હતું. તેમાં પણ અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું રાજયનાં ગર્વનર જોશ શાપિરોએ જાહેર કર્યું હતું.
તેઓએ કહ્યું કે ફિલાડેલ્ફિયા એરપોર્ટથી 4.8 કિલોમીટર દુર આ વિમાન દુઘર્ટના સર્જાઈ હતી જેની માહીતી મળતાની સાથે જ બચાવ ટીમો મોકલવામાં આવી હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
વિસ્ફોટ સાથે વિમાન રહેણાંક વિસ્તારમાં તૂટી પડવાનો પગલે અનેક મકાનો પણ આગની લપેટમાં આવી ગયા હતા. અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ મેડીકલ નાનુ વિમાન ફિલાડેલ્ફિયાથી મિઝોરી જઈ રહ્યું હતું તેમાં બે પાઈલોટ બે ડોકટર એક દર્દી તથા એક તેમના પરિવારના સદસ્ય સવાર હતા.
લીયરજેટ નામનું આ વિમાન લોકલ સમય પ્રમાણે સાંજે 6.10 કલાકે તૂટી પડયુ હતું સોશ્યલ મીડીયામાં વાઈરલ વિડીયોમાં જણાય છે કે ઉડાન ભર્યાની 30 સેક્ધડમાં જ ઝડપથી નીચે આવી ગયુ હતું અને બાદમાં મોટો વિસ્ફોટ થયો હતો આ ઘટનાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડને તપાસ કરવાનો આદેશ કરાયો છે.