Oscars એવોર્ડમાં ‘અનોરા’ છવાઈ, ભારતીય ફિલ્મ ‘અનુજા’એ તક ગુમાવી

Share:

America ,તા.3
સિનેમા જગત માટે વિશ્વના સર્વોચ્ચ સન્માન ઓસ્કાર એવોર્ડ સમારોહ લોસ એન્જલસના થિયેટરમાં યોજાયો હતો. 97માં આ એકેડેમી ઓસ્કાર એવોર્ડ સમારોહમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ અનોરાને મળ્યો છે. અનોરા ફિલ્મ માટે બેસ્ટ ડિરેકટરનો એવોર્ડ સેન બેકરને મળ્યો છે.

જયારે અનોરા ફિલ્મ માટે બેસ્ટ એકટ્રેસનાં એવોર્ડ મિકી મેડિસેન મળ્યો છે. આમ ઓસ્કાર એવોર્ડમાં અનોરા ફિલ્મ છવાઈ ગઈ છે.ઓસ્કાર એવોર્ડ માટે વધુ એકવાર ભારતે તક ગુમાવી છે.ભારતની ફિલ્મ અનુજા ઓસ્કાર જીતવામાં ચૂકી ગઈ છે.97મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2025ની શરૂઆત ખૂબ જ ધામધૂમથી થઈ છે.

આ કાર્યક્રમ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ વખતે એકેડેમી એવોર્ડ્સનું હોસ્ટિંગ કોનન ઓ’બ્રાયન કરી રહ્યા હતા. પહેલી વાર તેમણે ઓસ્કાર એવોર્ડ્સનું સંચાલન કરવાની જવાબદારી સંભાળી હતી. આ કાર્યક્રમમાં ઘણા સ્ટાર્સે શાનદાર પ્રદર્શન કર્યું.

બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીતવાની રેસમાં કીરન કલ્કિને એડવર્ડ નોર્ટન, યુરા બોરીસોવ, ગાય પીયર્સ અને જેરેમી સ્ટ્રોંગને હરાવ્યા હતાં. એવોર્ડ જીત્યા પછી તેમણે બધાનો આભાર માન્યો. તેમણે પોતાના પરિવારની પ્રશંસા કરતા, તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

બેસ્ટ ફિલ્મ તરીકેનો ઓસ્કાર એવોર્ડ આ વર્ષે અનોરા ફિલ્મને મળ્યો છે. આ ફિલ્મની અભિનેત્રી મિકી મેડિસને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો.  અનોરા ફિલ્મ માટે અભિનેત્રી મિકી મેડિસને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો.અનોરા ફિલ્મ માટે સેન બેકરને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. અનોરાના ખાતામાં આ ત્રીજો એવોર્ડ છે.

અન્ય એવોર્ડની વાત કરીએ તો બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન : પોલ તેઝવેલ અને બોવેન યંગ બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ : શીરીન સોહાની અને હુસૈન મોલાયેમી બેસ્ટ એક્ટર એવોર્ડ : એડ્રિયન બ્રોડી ઓસ્કારમાં ’ધ બ્રુટાલિસ્ટ’ છવાઈ, એડ્રિયન બ્રોડીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ બેસ્ટ ઓરિજિનલ સ્કોર : ધ બ્રુટાલિસ્ટ બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો ખિતાબ ધ બ્રુટાલિસ્ટ માટે ડેનિયલ બ્લૂમબર્ગે જીત્યો હતો. બ્રુટાલિસ્ટના ખાતામાં આ બીજો એવોર્ડ આવ્યો હતો.

બેસ્ટ સિનેમેટોગ્રાફી : ધ બ્રુટાલિસ્ટ બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ : આ ઈ એમ સ્ટીલ હીયર બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ : આઈ એમ નોટ અ રોબોટ ’અનુજા’ ઓસ્કાર ન જીતી શકી લાઈવ એક્શન શોર્ટ ફિલ્મનો એવોર્ડ વિક્ટોરિયા વોરમેર્ડન અને ટ્રેન્ટે ફિલ્મ આઈ એમ નોટ અ રોબોટે જીત્યો હતો. એડમ જે ગ્રેવસ્સ અને સુચિત્રા મિત્તલની ફિલ્મ ’અનુજા’ ઓસ્કાર જીતી શકી નહોતી.

જે ભારત માટે એક મોટો ઝટકો સાબિત થયો. અનુજા ફિલ્મ સાથે પ્રિયંકા ચોપડા, ગુનીત મોંગા કો પ્રોડ્યુસર તરીકે જોડાયેલા હતા. અનુજા એક 9 વર્ષની બાળકીની કહાણી હતી જે ફેક્ટરીમાં કામ કરે છે. અનુજાની ભૂમિકા સજદા પઠાણે ભજવી હતી. તે અસલમાં ચાઈલ્ડ લેબર હતી.

’ડ્યૂન પાર્ટ 2’ માટે પોલ લેમ્બર્ટ, સ્ટીફન જેમ્સ, રેસ સાલકોમ્બ અને ગેર્ડ નેજ્ફરે એવોર્ડ રિસીવ કર્યો
’ડ્યૂન પાર્ટ 2’ માટે ગિરીથ જેન, રિચર્ડ કિંગ, રોબર્ટ બાર્ટલેટ અને ડોગ હેમ્ફિલે  એવોર્ડ રિસીવ કર્યો
જોઈ સલ્દાના (એમિલિયા પેરેજ) બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ – ધ સબસ્ટેન્સ બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે – કોન્ક્લેવ બેસ્ટ એનિમેટેડ ફિલ્મ – ફ્લો બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન – પોલ ટેઝવેલ (વિકેડ) બેસ્ટ ફિલ્મ એડિટિંગ – અનોરા (સીન બેકર) બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ – ધ ઓનલી ગર્લ ઈન ધ ઓર્કેસ્ટ્રા બે વખત એકેડમી એવોર્ડ વિજેતા એમા સ્ટોનનો ગ્લેમરસ અંદાજ

માર્ગ્રેટ ક્વોલી રેડ ડ્રેસમાં છવાઈ રેડ કાર્પેટ પર એડ્રિયન બ્રોડી અને જ્યોર્જિના ચેપમેન છવાયા સેલેના ગોમેઝ અને બેની બ્લેન્કોનો શાનદાર લૂક જોવા મળેલ છે.ઓસ્કાર એવોર્ડમાં ભલે ભારતીય ફિલ્મ ‘અનુજા’મેદાન ન મારી શકી પરંતુ ઈવેન્ટના સંચાલન દરમ્યાન હોસ્ટ કોનન ઓ બ્રાયને અચાનક હિન્દી ભાષામાં બોલવાનું શરૂ કરતાં હાજર સૌ આશ્ર્ચર્યચકીત થઈ ગયા હતા. ખાસ કરીને ભારતીયો અને લાઈવ પ્રસારણ નિહાળી રહેલા ભારતીયો ખુશ થઈ ગયા હતા.

કોમને ભારતથી ઓસ્કાર એવોર્ડ ઈવેન્ટ જોઈ રહેલા દર્શકોને શુભકામના પાઠવતા હિન્દીમાં બોલવુ શરૂ કર્યુ હતું. મજાકીયા અંદાજમાં તેણે કહ્યુ હતુ-નમસ્કાર નાશ્તાની સાથે ઓસ્કાર કરી રહ્યા છો આપ સૌ તેના આ અંદાજની ચોતરફ ચર્ચા થઈ રહી છે. ઈવેન્ટમાં બેઠેલા દર્શકોએ પણ આ ઘટના તાલી પાડી વધાવી હતી.

બેસ્ટ એક્ટર (લીડિંગ રોલ) એડ્રિયન બ્રોડી ‘ધ બ્રુટાલિસ્ટ’બેસ્ટ એક્ટ્રેસ (લીડિંગ રોલ) મિકી મેડીસન બેસ્ટ પિક્ચર-અનોરા બેસ્ટ ઓરિજીનલ સોંગ ક્લેમેન્ટ ડેકલ, કેમિલી અને જેક્સ ઓડિયર્ડ એમિલિયા પેરેઝ બેસ્ટ ફિલ્મ એડિટિંગ અનોરા બેસ્ટ સિનેમેટોગ્રાફી ધ બ્રુટાલિસ્ટ બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ જો સાલ્ડાના એમિલિયા પેરેઝ બેસ્ટ ઓરિજિનલ સ્કોર ધ બ્રુટાલિસ્ટ બેસ્ટ ડોક્યુમેન્ટરી(ફીચર)નો અધર લેન્ડ બેસ્ટ ડોક્યુમેન્ટરી (શોર્ટ સબ્જેક્ટ) ધ ઓન્લી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રા બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ ફ્લો બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ આઈ એમ નોટ અ રોબોટ બેસ્ટ સાઉન્ડ ડ્યુન પાર્ટ 2 બેસ્ટ ડિરેક્શ બેસ્ટ કોસ્ચ્યૂમ-ડિઝાઈન પોલ ટેઝવેને વિકિડ બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલ પિયર ઓલિવિયર પર્સિન, સ્ટેફની ગુલિયન અને મેરિલીન સ્કારસેલી ધ સબસ્ટન્સ બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ કિરન કલ્કિન અ રીયલ પેઈન બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ આઈ એમ સ્ટિલ હિયર બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે પીટર સ્ટ્રોઘન કોન્ક્લેવ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *