Morbi,તા.01
મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક આગામી તા. ૧૦ ને સોમવારે સવારે ૧૧ : ૩૦ કલાકે જીલ્લા પંચાયત મોરબીના સભાખંડ ખાતે પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષસ્થાને યોજાશે
જે સામાન્ય સભાની બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી આપવા, જુદી જુદી સમિતિની બેઠક કાર્યવાહી નોંધને બહાલી આપવા, ૫૪ દિવ્યાંગ લાભાર્થીને વ્હીલચેર ખરીદી બાબત, UPSC પરીક્ષા માટે ૫૦ વિદ્યાર્થીને વિદ્યાર્થી દીઠ રૂ ૧૫ હજાર લેખે રૂપિયા ૩.૨૫ લાખના ખર્ચ મંજુરી બાબતે તેમજ આંગણવાડી રીનોવેશનના કુલ આઠ કામો માટે ૧૩.૧૬ લાખ ખર્ચને મંજુરી આપવા સહિતના એજન્ડાઓ રજુ કરાશે તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ નું સુધારેલ અને વર્ષ ૨૦૨૫-૨૬ અંદાજપત્ર મંજુર કરવા અને વર્ષ ૨૩-૨૪ ના હિસાબો રજુ કરવા સહિતના એજન્ડાઓને બહાલી આપવામાં આવશે