ટ્રમ્પથી નારાજ Canada એ અમેરિકા સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા

Share:

Toronto,તા.૨૯

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર પર કેનેડાએ આકરી પ્રતિક્રિયા આપી છે. વડા પ્રધાન માર્ક કાર્નેએ કહ્યું કે કેનેડાના અમેરિકા સાથેના જૂના આર્થિક અને સંરક્ષણ સંબંધો હવે સમાપ્ત થઈ ગયા છે.

કેનેડાના વડા પ્રધાન માઇક કાર્નેએ કહ્યું કે આપણે આગામી થોડા અઠવાડિયા, મહિનાઓ અને વર્ષોમાં આપણી અર્થવ્યવસ્થાને લગતા સાહસિક નિર્ણયો લેવા પડશે. આપણે સુનિશ્ચિત કરવું પડશે કે કેનેડા દરેક ક્ષેત્રમાં સફળ થાય. વર્તમાન પરિસ્થિતિને જોતા એ વાત ચોક્કસ છે કે હવે અમે અમેરિકા પર વિશ્વાસ કરી શકીએ તેમ નથી.તેમણે કહ્યું કે અમારી અર્થવ્યવસ્થા, સુરક્ષા અને સૈન્ય સહયોગને લઈને અમેરિકા સાથેના અમારા દાયકાઓ જૂના સંબંધો હવે સમાપ્ત થઈ ગયા છે. હવે આપણા સુરક્ષા અને વેપાર સંબંધો પર ફરીથી ચર્ચા કરવાનો સમય આવી ગયો છે.

કાર્નેએ કહ્યું કે તે સ્પષ્ટ છે કે કેનેડિયન તરીકે અમારી પાસે સત્તા છે. આપણે આપણા દેશનું ભવિષ્ય જાતે નક્કી કરીશું. અમે અમારા પોતાના ભવિષ્યને નિયંત્રિત કરીશું. આપણા પર કોઈનો અધિકાર નથી, અમેરિકા પણ નહીં.તેમણે કહ્યું કે આ અમારા પર સીધો હુમલો છે. અમે અમારા કામદારો, અમારી કંપનીઓ અને અમારા દેશનું રક્ષણ કરીશું અને અમે આ સાથે મળીને કરીશું.

કેનેડા અને અમેરિકાની અર્થવ્યવસ્થા મોટાભાગે એકબીજા પર નિર્ભર રહી છે. બંને દેશો નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે દ્ગછહ્લ્‌છ હેઠળ વેપાર કરે છે. ૨૦૨૩ના ડેટા અનુસાર કેનેડા અમેરિકાનું બીજું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. યુએસ કેનેડામાંથી લગભગ ઇં૪૨૧ બિલિયનના માલની આયાત કરે છે, જેમાં ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ અને ઓટોમોબાઈલ પાર્ટ્‌સનો સમાવેશ થાય છે.

એક રીતે, કેનેડા અમેરિકાને ૬૦ ટકાથી વધુ ક્રૂડ ઓઈલ અને ૮૫ ટકાથી વધુ કુદરતી ગેસ સપ્લાય કરે છે. તેના બંધ થવાને કારણે અમેરિકામાં ઊર્જાના ભાવ આસમાને પહોંચી શકે છે.તે જ સમયે, કેનેડાની અર્થવ્યવસ્થા પણ અમેરિકા પર ખૂબ જ નિર્ભર છે. કેનેડા તેની કુલ નિકાસના લગભગ ૭૫ ટકા અમેરિકા મોકલે છે. જો આ બજાર બંધ થાય તો કેનેડાની જીડીપી નોંધપાત્ર રીતે ઘટી શકે છે.

કેનેડા માટે નવા વેપારી ભાગીદારો શોધવાનું સરળ રહેશે નહીં. યુરોપ અને એશિયા સાથે અંતર અને ખર્ચને કારણે તાત્કાલિક વિકલ્પો મર્યાદિત છે. તેનાથી બેરોજગારી અને આર્થિક સંકટ વધી શકે છે.તમને જણાવી દઈએ કે કેનેડા અને અમેરિકા માત્ર પાડોશી જ નથી, પરંતુ નાટો અને નોરાડ (નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ) જેવા સૈન્ય ગઠબંધન સાથે પણ જોડાયેલા છે.

ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી કાર પર ૨૫ ટકા ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પનો આ નવો ટેરિફ ૨ એપ્રિલથી લાગૂ થવા જઈ રહ્યો છે. માનવામાં આવે છે કે આ ટેરિફથી અમેરિકાને અંદાજે ૧૦૦ અબજ ડોલરનો ફાયદો થશે.ટ્રમ્પની આયાતી કાર અને ઓટો પાર્ટ્‌સ પર ૨૫ ટકા ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પને આશા છે કે આનાથી અમેરિકન ઓટો કંપનીઓની આવકમાં વધારો થશે, પરંતુ બીજી તરફ મોંઘવારી વધવાનો ભય પણ છે કારણ કે ટેરિફનો બોજ આખરે ગ્રાહકો પર પડી શકે છે.

આ સિવાય ટ્રમ્પે ૨ એપ્રિલથી ભારત અને ઘણા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની પણ જાહેરાત કરી છે. આ મહિને યુએસ સંસદને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે ભારત જેવા ઘણા દેશો ખૂબ ઊંચા ટેરિફ વસૂલે છે, હવે અમેરિકા પણ આવું જ કરશે. એવું માનવામાં આવે છે કે ૨ એપ્રિલથી નવું ટ્રેડ વોર શરૂ થઈ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *