Ananya Pandey ની દરેક ઇન્ડસ્ટ્રીને હેમા કમિટીની રચના કરવા અપીલ

Share:

અનન્યા પાંડેની ડેબ્યુ વૅબ સિરીઝ ‘કૉલ મી બૅ’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે અને હાલ તે આ સિરીઝના પ્રમોશનમાં વ્યસ્ત છે

Mumbai, તા.૧૮

અનન્યા પાંડેની ડેબ્યુ વૅબ સિરીઝ ‘કૉલ મી બૅ’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે અને હાલ તે આ સિરીઝના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે એક પ્રમોશનની ઇવેન્ટમાં ઇન્ટરવ્યુ દરમિયાન અનન્યાએ હેમા કમિટીની સરાહની કરી હતી અને દરેક ઇન્ડસ્ટ્રીમાં આ રીચની મહિલાઓની કમિટીને મહત્વની ગણાવી હતી.  અનન્યાએ આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “દરેક ઇન્સ્ટ્રી માટે હેમા કમિટી જેવી કી કમિટી હોવી જરૂરી છે, જ્યાં મહિલાઓ એક સાથે આવીને આવું કશુંક કરી શકે. એ સ્પષ્ટ છે કે બીજા કોઈ નહીં, પરંતુ મહિલાઓએ જ આ કામ કરવું પડશે. મને લાગે છે, કે તેનાથી પરિવર્તન ચોક્કસ આવ્યું છે. તમે જોઈ શકો છો કે લોકોએ કમસે કમ આ મુદ્દે ચર્ચા શરૂ કરી છે. જોકે, હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. હજુ ઘણી મોટી લડતો લડવાની બાકી છે.” તેણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે કઈ રીતે હવે મહિલા સુરક્ષા માટેની જોગવાઈ કોન્ટારાક્ટનો ભાગ બની ગઈ છે, જે તેને બહુ જરૂરી લાગે છે. તેણે એમ પણ કહ્યું કે હવે તેમની કટલ શીટ પર જ હેલ્પલાઇન નંબર લખેલાં હોય છે, જેથી વ્યક્તિ મદદ માટે ફરિયાદ કરી શકે અને તેમનું નામ પણ જાહેર થાય નહીં. જોકે, તેણે એમ પણ સ્વીકાર્યું કે આ સમસ્યા માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી સિમીત નથી. અનન્યાએ કહ્યું,“આપણે જેટલું બની શકે તેટલું જલ્દી આ મુદ્દાને ધ્યાનમાં લઇએ તે જરૂરી છે.” અનન્યા હાલ તેની આગામી ફિલ્મ ‘શંકરા’ માટે કામ કરી રહી છે, જે એક બાયોપિક છે અને તેમાં અક્ષય કુમાર પણ લીડ રોલમાં છે. એ ઉપરાંત તેની આઠ એપિસોડની વૅબ સિરીઝ ‘કૉલ મી બૅ’ એક હળવો કૉમેડી ડ્રામા છે, જે બેલા ચૌધરી એટલે કે બૅની સ્ટોરી કહે છે. તેમાં વીર દાસ, ગુરફતેહ પિરઝાદા, વરુણ સૂદ, વિહાન સમ્રાટ, મુસ્કાન જાફરી, નિહારિકા લાયરા દત્ત, લિઝા મિશ્રા અને મિની માથુર પણ મહત્વના રોલમાં છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *