Ananya Pandey ભૂતપૂર્વ મોડલ વોકર બ્લેન્કોને ડેટ કરતી હોવાની ચર્ચા

Share:

અનન્યા વોકરની ઓળખ પાર્ટનર તરીકે આપે છે

આદિત્ય સાથે બ્રેક અપ અને હાર્દિક સાથે નિકટતાની ચર્ચા બાદ નવો બોયફ્રેન્ડ

Mumbai,તા.08 

અનન્યા પાડેના જીવનમાં નવા બોયફ્રેન્ડ વોકર બ્લેન્કોની એન્ટ્રી થઇ ગઇ હોવાની ચર્ચા છે.  વોકર બ્લેન્કો એક ભૂતપૂર્વ મોડલ છે અને હાલ એક કોર્પોરેટ જૂથ સાથે સંકળાયેલો છે.

અનન્યા અને વોકરની પહેલી મુલાકાત એક ક્રૂઝ પાર્ટી પર થઈ હતી. ત્યારથી અનન્યા તેેને સોશિયલ મીડિયા પર ફોલો કરી રહી છે. બંને કેટલાક પ્રસંગોમાં સાથે પણ દેખાયા છે. અનન્યાએ ત્યારે વોકરની ઓળખ પોતાના પાર્ટનર તરીકે આપી હોવાનું કહેવાય છે.

અનન્યા પાંડે અગાઉ આદિત્ય રોય કપૂર સાથે રિલેશનશિપમાં હતી. જોકે, બાદમાં તેનું બ્રેક અપ થઈ ગયું હતું. થોડા સમય પહેલાં તેના અને હાર્દિક પંડયા વચ્ચે નિકટતા વધી હોવાનું પણ ચર્ચાયું હતું.  હવે અનન્યા અને વોકરના કેટલાક ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે.

અનન્યા કેરિયરના મોરચે ખાસ કશું ઉકાળી શકી નથી. હવે થોડા સમયમાં તેની એક થ્રીલર ફિલ્મ ઓટીટી પર રીલિઝ થવાની છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *