Anand ના ઉમરેઠમાં ૧૮ વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેની પોલીસ ધરપકડ કરી

Share:

Anand,તા.૨૦

થોડા દિવસો અગાઉ આણંદમાં દુષ્કર્મનો કિસ્સો બન્યો હતો. જેમાં આણંદના ઉમરેઠમાં યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ઘટનામાં ૨૧ વર્ષીય યુવક ૧૮ વર્ષીય યુવતીને તેની માતા બોલાવે છે એવું કહીને ઘરે લઈ ગયો હતો. જે બાદ તેણે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ સમગ્ર ઘટનાને લઇ યુવતીએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ઉમરેઠ પોલીસે આરોપી પાર્થ રાવળની ઉમરેઠમાંથી જ ધરપકડ કરી હતી. ઉલ્લેખનિય છે કે આરોપી અને યુવતી ૩ મહિના પહેલા એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ત્યારે યુવતીના વિશ્વાસનો ફાયદો ઉઠાવીને યુવકે દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટનાને લઇ શહેરીજનોમાં રોષ ફેલાયો હતો. વારંવાર રાજ્યમાં થતી આવી દુષ્કર્મની ઘટનાને લઇ લોકોમાં આરોપી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત વધુ કોઇ આવી ઘટનાઓ ન સર્જાય તેવો દાખલો બેસાડવાની લોકોએ માંગ કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *